Gujarat

ક્રિકેટ જગત મા સન્નાટો ! સૌરાષ્ટ્ર ના આ ક્રિકેટર હાર્ટ એટેક થી નીધન થયુ

હાલમાં જ એક દુઃખ ઘટના બની છે, આ ઘટનાને લીધે ક્રિકેટ જગતમાં તેમજ તેમના ચાહક વર્ગમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ખરેખર તમને જાણીને આઘાત લાગશે કે, સૌરાષ્ટ્રના યુવા ક્રિકેટરનું હાર્ટ એટેકના લીધે નિધન થયું છે, ત્યારે ખુબ જ નાની વયે જીવ ગુમાવતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે તેમજ તેમના જીવનમાં તેમને ખુબ જ સફળતા મેળવી હતી અને હજુ પણ અનેક સિદ્ધિઓ હાસિલ કરે એ પહેલા જ તેમની જીવ ચાલ્યો ગયો છે. આ ઘટના લીધે સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.તમને જાણીને દુઃખ થશે કે હવે અવી બારોટ આપણી વચ્ચે નથી રહ્યા.

ખુબ જ પ્રતિભાવશાળી તેમજ લોકપ્રિય અને ખુબ જ નાની વયે સફળતા હાંસિલ કરનાર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના યુવા ક્રિકેટર અવી બારોટનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. આ દુઃખ સામાચાર એએનઆઈ દ્વારા જાણવા મળ્યા હતા, તેમના નિધન થી એક હુનહાર ક્રિકેટર ગુમાવ્યા છે.અવી બારોટ સારા બેટ્સમેન અને વિકેટ કિપર હતાં. તેઓએ બે દિવસ અગાઉ જ ગુજરાત સામેની રણજી ટ્રોફીમાં 45 બોલમાં 72 રન બનાવ્યાં હતાં. સૌથી મહત્વની વાત એ છે કે, આ વર્ષે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 38 બોલમાં 122 રન ફટકાર્યા હતાં.

તેમના નિધન નું દુઃખ થીસૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને શોક વ્યક્ત કર્યો છે.સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે પણ અવી બારોટના નિધન પર શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘આ ખૂબ જ આઘાતજનક અને દુ:ખદ સમાચાર છે. જેની પાસે અદભૂત ક્રિકેટ કુશળતા હતી. તાજેતરમાં જ રમાયેલી તમામ ડોમેસ્ટિક મેચોમાં બારોટનું પ્રદર્શન અદભૂત હતું. તે એક સારી વ્યક્તિ અને મિત્ર હતો. તેમના અચાનક અવસાનથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા તમામને ભારે દુ:ખ થયું છે.’

અવી બારોટ વિષે જાણીએ તો તેઓ ખુબ જ સારા જમણાહાથના બેટ્સમેન હતા અને વિકેટકીપરમાં પ્રભુત્વ હતું પોતાની કારકિર્દીમાં 38 ફર્સ્ટ ક્લાસ મેચ, 38 લિસ્ટ એ મેચ અને 20 ડોમેસ્ટિક ટી 20 મેચ રમી હતી. તેઓએ પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 1547 રન બનાવ્યા હતાં. જ્યારે લિસ્ટ એ મેચમાં 1030 રન અને સ્થાનિક T-20 માં 717 રન બનાવ્યા હતાં. જ્યારે સૌરાષ્ટ્ર એ 2019-20 સિઝનમાં બંગાળને હરાવી રણજી ટ્રોફીનો ખિતાબ મેળવ્યો હતો. સૌરાષ્ટ્ર માટે અવીએ 21 રણજી ટ્રોફી મેચ, 17 લિસ્ટ એ મેચ અને 11 ડોમેસ્ટિક T 20 મેચ રમી હતી. પોતાની સંપૂર્ણ કારકિર્દી દરમિયાન ખુબ જ મહેનત અને અથાગ પરિશ્રમ થકી જીવનમાં સફળતા હાંસિલ કરી હતી. ખુબ જ નાની વયે હાર્ટ અટેક આવતા એક ઉમદા ખેલાડી ગુમાવ્યો છે. હાલમાં પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેમન દિવંગતની આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!