India

3 વર્ષ ના બેબી ના તોડડા અવાજ ના કરોડો ફેન ! વિડીઓ જોઈ તમે પણ ફેન બની જશો….

યુટ્યુબ એક એવું માધ્યમ છે, જ્યાં અનેક લોકો પોતાની કલાને રજુ કરે છે અને પોતાની કળા થકી લોકોનું દિલ જીતી લે છે. આજનાં સમયમાં અનેક લોકો યુટ્યુબ દ્વારા કમાણી પણ કરે છે અમે નામના મેળવે છે. ત્યારે હાલમાં જ યૂટ્યૂબ પર એક નાની બાળકી નો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો જ્યારે તમે જોશો ત્યારે તમે ત્યારે તેના તોતડા અવાજને સાંભળીને તમારું મન તેનામાં મંત્રમુગ્ધ બની જશે. ચાલો અમે આપને આ બાળકી વિશે વધુ માહિતગાર કરીએ.

આપણે જાણીએ છે કે, નાના બાળકો ની બોલી ખૂબ જ મીઠ્ઠી હોય છે તે કંઈ પણ બોલે કે પછી કાલાવેલા કરે તો પણ સાંભળવી ગમે પણ ત્યારે હાલમાં 3 વર્ષની બાળકી પોતાના સુરીલા અવાજમાં ગીત ગાઈ રહી છે. તેના શબ્દો ભલે તોતડા હોય પરંતુ તમને સાંભળવું ગમશે. આ બાળકી વિશે જાણીએ અને તેના સોંગ વિશે પણ જાણીએ જેના લીધે તે આટલી લોકપ્રિય બની ગઈ છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, રાજસ્થાનના કોટાની 3 વર્ષની બાળકી અલિજેના તોતડા અવાજના કરોડો લોકો ફેન છે. આ સોંગને 10 કરોડથી વધુ લોકોએ જોયું અને બોલિવૂડના કલાકારો એ રિલ્સ બનાવી છે તેમજ મહત્વની વાત એ છે કે, આ બાળકીનાં એલિજેના મામા આદિલ રિજવીનો કોટામાં જ સ્ટુડિયો છે. આ બાળકી નાં મામએ જ મેરા દિલ પહાડોં મેં ખો ગયા હૈ…’નું ગીત લખ્યું હતું. આદિલે આ ગીતને પોતાના સ્ટુડિયોમાં અલિજેના અવાજમાં શૂટ કરાવીને રેકોર્ડિંગ કર્યું હતું.

6 મહિના પહેલા આ સોન્ગને આદિલે તેની યુટ્યુબ ચેનલ અ-રિઝ મ્યુઝિક એન્ડ ફિલ્મ પર અપલોડ કર્યું હતું. લોકો ને આ ગીત બહુ જ પસંદ આવી રહ્યું છે ભલે તેની કાલાવેલી ભાષામાં બોલે છે પણ તેની ક્યુટનેસ ન લીધે સૌ કોઈનું મન મોહી જશે.અલિજે એક વર્ષ પહેલા તેણે ગાવાનું શરૂ કર્યું હતું અને હાલ તે નર્સરીમાં ભણી રહી છે. અભ્યાસની સાથે સંગીત શીખવાનું તે ચાલુ રાખશે અને ઝડપથી અલિજેના બીજા પણ ગીતો આવવાના છે. અલિજે શરૂઆતથી જ મામાની પાસે રહી છે. એવામાં સ્ટુડિયોમાં તેણે ગાવાનું શીખ્યું છે.અનેક લોકો તરફથી એલિજાને સોંગ ગાવાની ઓફર મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!