એસ.પી પ્રેમસુખ ડેલુને ચેલેન્જ? સાયબર ઠગે પ્રેમસુખ ડેલુનું instragram આઇ.ડી બનાવી ને એવુ કર્યુ કે…
જેમ જેમ ટેક્નોલોજી નો ઉપયોગ વધી રહ્યો છે તેમ તેમ સોઈબર ક્રાઈમ ના ગુનાઓ મા વણ સતત વધરો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસ પણ આ બાબતે જાગૃતી લાલવા માટે વિવધ પ્રયાસો કરી રહી છે. ત્યારે સાઇબર ઠગ જાણે પોલીસ ને ચેલેન્જ આપી હોય તેમ પ્રેમસુખ ડેલુનું ફેક instagram આઈ ડી બનાવી ને એક ગુનો આચાર્યો છે.
આપણે સૌ જાણીએ છીએ કે પ્રેમસુખ ડેલુ ની હાલ જામનગર ખાતે તાજેતર મા જ બદલી કરવામા આવી છે આ અગાવ અમદાવાદ ખાતે તેવો ફરજ પર હતા ત્યારે તેની એક અલગ જ છવી ઉપજી આવી હતી અને એક લોકપ્રિય અને ઈમાનદાર પોલીસમેન તરીકે ઉભરી આવ્યા હતા ત્યારે તાજેતર મા એક કિસ્સો સામે આવ્યો છે. જેમા કોઈએ પ્રેમસુખ ડેલુ નુ ફેક instagram આઈ ડી બનાવી ને રુપીયા પડાવાનુ કારસ્તાન કર્યુ છે.
ઘટના અંગે જાણવા મળેલ વિગત અનુસાર નામે પ્રેમસુખ ડેલુ ના નામે ફેક એકાઉન્ટ બનાવી તેમાં IPS અધિકારી પ્રેમસુખ ડેલુના વિવિધ ફોટાઓ પણ પોસ્ટ કરી મિત્રો બનાવ્યા હતા. અને આ મિત્રોમાંથી જ અમદાવાદના તાલહ પઠાણ નામના યુવકને મેસેજ કરી પાંચ હજાર રૂપિયાની માગણી કરવામાં આવી હતી. અને ત્યાર બાદ ફરી બે હજાર રુપીઆ બેન્ક ટ્રાન્સફર દ્વારા મોકલામા આવ્યા હતા.
ત્યાર બાદ તાલહ પઠાણ ને છેતરાયા નો એહસાસ થતા સમગ્ર હકીકત સામે આવી હતી અને ત્યાર બાદ પ્રેમસુખ ડેલુ એ આ ફેક એકાઉન્ટ બંધ કરાવવા મા આવ્યુ હતુ અને ઈન્સ્ટાગ્રામનું ફેક આઈડી બનાવનારને શોધી કાઢવા માટે જામનગરની સાયબર સેલને જાણ કરવામાં આવી છે. જામનગરની સાયબર સેલની ટીમ દ્વારા તપાસ ચલાવી રહી છે. હાલ ફેક આઈડી બનાવનાર અમદાવાદનો શખ્સ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે