ગામ મા સાયકલ પર ફરતા આ વ્યક્તિ 10 હજાર કરોડ ના માલીક છે. ગુજરાત ના દુધાળા ગામ ના…
જીવનમાં સંપત્તિ હોવા છતાં પણ સાદગીભર્યું જીવન જીવવું એ ખૂબ જ ઉમદા ગુણ કહેવાય છે. જે વ્યક્તિ જીવનની નિન્મકક્ષા એ થી ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા હોય તે ક્યારેય પણ પોતાની અસિલિયત ક્યારેહ નથી ભૂલતા. એ જાણે છે કે, આ સમય તેમને કંઈ રીતે મળ્યો છે. જીવનમાં સઘર્ષ થકી સફળતા મેળવનાર દરેક વ્યક્તિઓ પાસે આજે સંપત્તિ હોવા છતાં પણ સાદગીપણું સાચવી રાખ્યું છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક બાપા નો વીડિયો વાયરલ થઈ રહ્યો છે,જેમાં તેવો સાયકલ ચલાવી રહ્યા છે.
આ સાયકલ ચલાવનાર બીજું કોઇ નહીં પરંતુ સુરત શહેરના ડાયમંડ કિંગ ગણાતા ગોવિંદભાઈ ધોળકિયા છે. આજે તેઓ 10000 કરોડની કંપની ધરાવે છે, છતાં પણ તેમના પણ જરાય પણ અભિમાન નથી અને પોતાના ગામના પણ જ્યારે જાય છે, ત્યારે એવી જ રીતે વર્તે છે જેમ દરેક ગામના લોકો જીવન જીવે છે. આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે કંઈ રીતે તેઓ સાયકલ ચલાવી રહ્યા છે અને તેમના ચહેરાનાં હાવભાવ અને પહેરવેશ પરથી કોઈ કહી શકે તેઓ કરોડો ની કંપનીના માલિક હશે.
જીવનમાં પૈસા કમાવવાની સાથો સાથ શ્રેષ્ઠ વ્યક્તિત્વનું નિર્માણ કરવું અને પોતાની એક સ્વચ્છ છબી બનાવી એ ખૂબ જ મોટી વાત છે. ગોવિંદ ભાઈ એ સુરતમાં જ્યારે આવ્યા હતા ત્યારે તેમની પાસે કંઈ જ ન હતું પરંતુ પોતાની કોઠા સૂઝ અને આવડત થકી જીવનમાં સફળતાનાં શિખરો સર કર્યા છે. આજે તેમનું પરિણામ આપણી સમક્ષ છે. આપણે જાણીએ છે કે, ગોવિદ ભાઈ મૂળ સૌરાષ્ટ્રનાં દુધાળા ગામના છે. તેઓ હાલમાં સૂરત શહેરમાં રહે છે.
પોતાના ગામનથી દૂર થયા પરતું વતન ને માટે તેમને અનેક એવા કાર્યો કર્યા છે કે, કોઈ ભાગ્યે જ એવું વ્યક્તિ હશે જેઓ પોતાની જન્મભૂમિનું ઋણ અદા કરી શકે છે. ગોવિદભાઈ સ્વામિનારાયણ ભગવાનના પરમ ઉપાસક છે અને સાધુ સંતોની સેવા કરી ને ભગવાન અને સંતો નો રાજીપો મેળવે છે. તેમના જીવનમાં એવા દિવસો હતા જ્યારે તેમને મજૂરી પણ કરી છે પરંતુ કહેવાય છે ને, જીવનમાં સફળતા ત્યારે મળે છે, જ્યારે તને નસીબ ને પોતાની રીતે બનાવો છો.ખરેખર ગોવિંદભાઈના સાદગીપણું અને સરળ સ્વભાવ આપણા સૌ માટે પ્રેરણાદાયી છે.