એક બે નહી..એક સાથે ત્રણ ત્રણ વાવાઝોડા ત્રાટકશે આ જગ્યા પર ! જાણો નામ અને ગતિ….
કહેવાય છે ને કે કુદરતના કહેર સામે કોઈનું કઈ નથી ચાલતું. આપણે જાણીએ છે કે, ભારતમાં અનેકવાર વાવાઝોડું આવ્યું છે પરંતુઆપણે ત્યાં દરિયાનાં કાઠે આવી પોતાની દિશા બદલી લે છે. હાલમાં જ વીશ્વના ત્રણ દેશો કુદરતી આફતો સામે ઝઝૂમી રહ્યા છે. અમેરિકા, ફિલિપાઈન્સ અને કેનેડામાં ત્રણ અલગ અલગ વાવાઝોડાના કારણે સંકટનાં વાદળો ઘેરાયેલ છે.હાલમાં ત્રણેય દેશોએ તેમના નાગરિકો માટે ચેતવણીઓ જારી કરી છે.
કેનેડામાં વાવાઝોડાના કારણે પવનની ગતિ ખૂબ જ ઝડપી હતી અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડવાના કારણે અનેક જગ્યાએ મોટા મોટા વૃક્ષો પડી ગયા હતા અન વીજળીની વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ફિલિપાઈન્સમાં પણ સ્થિતિ નાજુક છે. સુપર ટાયફૂન નોરુ ફિલિપાઇન્સ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેને કેટેગરી 5નું મહા વાવાઝોડું કહેવામાં આવી રહ્યું છે.
અમેરિકામાં ઇયાન વાવાઝોડું : અમેરિકાના ફ્લોરિડામાં ઇયાન વાવાઝોડાના કારણે ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ તોફાનમાં મજબૂત થવાની સંભાવના છે અને તમામ નાગરિકોએ તૈયારીઓમાં રહેવું જોઈએ.. સ્થાનિક અધિકારીઓને સહાય આપવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે.
કેનેડામાં ફિયોના વાવાઝોડું : વાવાઝોડું ફિયોના ત્રાટક્યું હતું, જેના કારણે ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો અને પૂર્વી કેનેડામાં 500,000 લોકોના ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. આ તોફાનને કારણે પ્યુર્ટો રિકો અને ડોમિનિકન રિપબ્લિકમાં આઠ લોકોનાં મોત નીપજ્યાં હોવાના અહેવાલ છે.તોફાન પહેલા દેશમાં લગભગ 1.50 લાખ લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
ફિલિપાઇન્સમાં નોરુ વાવાઝોડું : સુપર ટાયફૂન નોરુ ફિલિપાઇન્સ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. નોરુ મહાતોફાનમાં 240 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. વળી, સુપર ટાયફૂન નોરુમાં વાવાઝોડાની ગતિ પ્રતિ કલાક 300 કિમીથી વધુ હોઈ શકે છે. ફિલિપાઇન્સ કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે રાજધાનીના દક્ષિણી બંદરોમાં 1,200થી વધુ મુસાફરો અને 28 જહાજો ફસાયેલા છે. ફિલિપાઇન્સમાં ભારતીય સમુદાયના લોકોની સંખ્યા આશરે 1,30,000 છે. તેઓ મનિલા સહિત વિવિધ જગ્યાએ અભ્યાસ કરી રહ્યા છે.