આધેડે કેનાલ મા કુદી આપઘાત કરી લીધો ! હ્દય કંપાવનારી સ્યૂસાઇડ મા લખ્યુ કે ” મારી હિંગળાજ માં ના ચરણો મા..

આત્મહત્યાન અનેક બનાવો બને છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી વાત સામે આવી છે. સો કડી તાલુકાના રંગપુરડા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં બનવા પામ્યો છે. જેમાં અમદાવાદના આધેડે કેનાલમાં કૂદીને મોતને વહાલું કર્યું છે. આ ઘટનાની જાણ થતાં પરિવાર ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને દેત્રોજ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગાડીમાં તપાસ કરી તો એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી.

મરણ જનાર આધેડે સુસાઇડ નોટમાં લખ્યું છે કે, ‘હું દિનેશ મોતીચંદ્ર કારિયા હોશો અવાજમાં શાંતિથી અને બુદ્ધિપૂર્વક આ ચિઠ્ઠી લખું છું. હું હવે આ જિંદગીથી થાક્યો છું, એટલે મારી મરજી અને રાજીખુશીથી અંતિમ પગલું ભરું છું. મારી અમદાવાદ તથા ગુજરાત પોલીસને બંને હાથ જોડી નમ્ર વિનંતી છે કે, મારા પરિવાર તથા કોઈ પણ વ્યક્તિને તથા સગાંસંબંધીઓને હેરાન ના કરતા અને તેમને મદદરૂપ થવા વિનંતી છે. હું નર્મદા કેનાલમાં પડું છું, મને મારી પહેલી પત્ની હેમા બોલાવે છે અને મારા હિંગળાજ માનાં ચરણોમાં મને જગ્યા મળે’ આટલું લખી આધેડ કેનાલમાં કુદી ગયા.
.

અમદાવાદ સેટેલાઈટ વિસ્તારમાં રહેતા આધેડ દિનેશભાઈએ નર્મદા કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું છે. અમદાવાદ ખાતે રહેતા દિનેશભાઈ કે જેઓ પોતે મૂળ મોરબીના રહેવાસી છે. છેલ્લા ઘણા સમયથી તેઓ અમદાવાદ ખાતે રહે છે. જેઓ નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેઓને છેલ્લા ત્રણ મહિનાથી નોકરી કે ધંધો નહોતો. દિનેશભાઈની પ્રથમ પત્ની 2010ની અંદર મૃત્યુ પામી હતી, જેથી તેઓએ બીજાં લગ્ન કર્યાં હતાં.
!
દિનેશભાઈના પુત્ર કિશન સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે, બે-ત્રણ મહિનાથી તેમની પાસે જોબ નહોતી, માતાનું અવસાન પણ 2010ની સાલની અંદર થયું હતું. ગુરુવારે સવારે મારે કામ છે તેમ કહી ગાડી લઈને નીકળ્યા હતા. બપોરે પોણા બે વાગે તેમનો ફોન આવ્યો, કે હું બેચરાજી જાઉં છું અને મને આવતા દોઢ કલાક થશે તમે લોકો જમી લેજો પરંતુ અમને તેમના મોતના સમાચાર મળ્યા.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *