Gujarat

નશા ની હાલત મા પાણી ની જગ્યા એ એસીડ પી લેતા યુવક નુ મોત થયુ! આ મહીના મા જ બહેન ના લગ્ન હતા…

સમય મા અનેક એવી ઘટના સામે આવે છે ઘણી ચોકાવનારી હોય છે ત્યારે તાજેતર મા અનેક એવા કિસ્સા ઓ સામે આવ્યા છે જે જાણીને આપણે હેરાન રહી જતા હોય છે અને વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ બને છે ત્યારે એવી જ એક ઘટના સુરત મા સામે આવી છે જેમા એક પર પ્રાંતીય યુવાને ભુલ થી એસીડ ગટગટાવી લીધુ હતુ અને કરુણ મોત નિપજ્યું હતું.

ઘટના અંગે જાણવા મળતી વિગતો સુરત મા રહેતા પરપ્રાંતીય યુવક કે જેનુ નામ જિતેન્દ્ર હતુ અને સંચા નો કારીગર હતો અને ગયા ત્રણ મહીના પહેલા રોજગારી ની શોધ મા સુરત આવ્યો હતો ત્યારે પિતાના નિધન બાદ બે બહેન અને વિધવા માતાનો એકનો એક આર્થિક સહારો હતો.  યુવકે એસીડ પીધા બાદ રુમ પાર્ટનર ને જણાવ્યું હતુ કે તેણે એસીડ પી લીધુ છે.

ત્યાર બાદ રુમ પાર્ટનરે તેના તાત્કાલીક સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા જયા તેની સારવાર દરમ્યાન કરુણ મોત નિપજ્યું હતુ. આ ઘટના અંગે જાણવા મળ્યુ હતુ કે યુવક દારુ ના નશા મા હતો અને પાણી ની જગ્યા એ એસીડ પી લીધુ હતુ યુવકે પાસે થી ત્રણ પોટલી દારુ પણ મળ્યો હતો.

આ ઘટના બાદ વતન મા રહેતા પરીવાર પર દુખ નો પહાડ ટુટી પડ્યો હતો અને વિધવા મા અને બે બહેનો નો સહારો છીનવાય ગયો હતો. આ ઉપરાંત જાણવા મળ્યુ હતુ કે પરીવાર ની મોટી બહેન ના આ મહીને જ લગ્ન હતા. પરીવાર ને આ ઘટના ની જાણ થતા દુખ મા ગરકાવ થય ગયો હતો જ્યારે પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!