Gujarat

દાણચોરી ની આવી ટ્રેકી પેલા નહી જોઈ હોય ! એરપોર્ટ પર ગુટકાની પડીકીઓ મા લાખો રુપીઆ છુપાવ્યા હતા…જુઓ વિડીઓ

આપણે જાણીએ છે કે, વિદેશમાંથી ગેરકાયદેસર રીતે સોના-ચાંદી, ડ્રગ્સ અથવા વિદેશી મુદ્રાની તસ્કરી માટે લોકો અવનવા નુસ્ખાઓ અપનાવતા હોય છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આવી દાણચોરીના અનેક કિસ્સા સામે આવ્યા છે, જેમાં મોટાભાગના લોકો તેમના શરીરમાં અથવા બેગમાં અથવા બીજી કોઈ જગ્યાએ ચીજ વસ્તુ છુપાવીને લઈ જાય છે.

દરેક એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમના કર્મચારીઓની ટીમ આવા જ લોકોને લ શોધતી હોય છે. હાલમાં જ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, કલકત્તાના નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પકડાયો છે. આ યુવાને એવી રીતે લાખો રૂપિયા છુપાવ્યા હતા કે તમે પણ વિચારતા જ રહી જશો. ખરેખર આ યુવાનને એવી ભેજું ચલાવ્યું કે કસ્ટમ વિભાગના અધિકારીનું મગક ચકડોરે ચડી ગયું હતુ.

એકાદ મહિના પહેલા જ મસાલા અને પાપડના પેકેટમાં લાખો રૂપિયા પકડાયા હતા, ત્યારે આ યુવાને તેનાથી પણ ગજબ આઇડીયો અપનાવ્યો. તમે વિડીયોમાં જોઈ શકશો કે આ યુવાને ગુટખાના પાઉચમાં લાખો રૂપિયા છુપાવ્યા હતા. આ વ્યક્તિ કલકત્તાથી બેંગકોક જવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે પહેલા મળેલા ઈનપુટના આધારે કસ્ટમ વિભાગના અધિકારીઓએ સામાનની તપાસ કરતા સામાનમાંથી ગુટખાના પાઉચ મળ્યા હતા.
જ્યારે આ પેકેટ પકડાયા ત્યારે તેમાં 4000 ડોલરનાં નોટ મળ્યા હતા.  એટલેકે આ શખ્સે લગભગ 3.2 લાખ રૂપિયાની નોટો ગુટખાના પાઉચમાં સંતાડીને રાખેલી હતી. કસ્ટમ અધિકારીઓએ આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે. અધિકારીઓને માહિતી મળી હતી કે બેંગકોક જઈ રહેલ એક શખ્સ ગુટખાના પાઉચમાં દાણચોરી કરવાનો છે.

ત્યારે એક કસ્ટમ અધિકારીએ કહ્યું કે જ્યારે ગુટખાના પાઉચ ફાડ્યા તો એમાંથી 4000 ડોલરના નોટ નીકળ્યા હતા.  ત્યારે કસ્ટમ એક્ટની કલ 110 મુજબ તેની સામે કાર્યવાહિ હાથ ધરવામાં આવી હતી અને નોટોને સીલ કરી દેવામાં આવી હતી.આરોપી સામે કલમ 104 મુજબ તેની  કરવામાં આવી છે. કોર્ટમાં રજૂ કર્યા બાદ આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!