India

દાહોદ ના ASP એ સોસીયલ મિડીઆ પર એવુ કહ્યુ કે લોકો શેર કરી ખુબ વખાણ કરી રહ્યા છે. જાણો શુ…

લોકો માં પોલીસ નું નામ પડે એટલે લોકો માં સામાન્ય રીતે ડર નો અનુભવ પેદા થતો હોય છે. લોકો પોલીસ ને ખાસ સમ્માન આપતા નજરે ચડે છે. હાલમાં એક સોશિયલ મીડિયા માં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ ટ્વીટ દાહોદ ના આસિસ્ટન્ટ એસ.પી. વિજયકુમાર ગુર્જર ની છે. આ પોસ્ટ માં એસ.પી. વિજયકુમારે ખુબ જ સારી માહિતી આપી છે. ઝાલોદ ડીવીજન માં માં એસ.પી ને કંઈક અલગ જ અનુભવ થયો હતો. તેને જે અનુભવ થયો તેણે તે લોકો સમક્ષ મુકેલી છે.

તેમને કહ્યુંય કે જયારે તે દાહોદ માં ફરજ બજાવતા હતા ત્યારે લોકો તરફથી એક સુંદર અનુભવ થયો હતો. તેમણે કહ્યું કે તે જયારે પોલીસ સ્ટેશન માં હતા ત્યારે ત્યાં લોકો જયારે પોલીસ સ્ટેશન માં આવતા ત્યારે પોલીસ અને પોલીસ સ્ટેશન નુ અલગ જ સન્માન કરતા હતા. જયારે પણ ત્યાંના લોકો પોલીસ સ્ટેશને આવતા ત્યારે તે લોકો પોતાના ચપ્પલ બહાર કાઢીને આવતા.

તે લોકો અંદર આવતા ત્યારે ક્યારેય ખુરશી પર પણ બેસતા ન હતા. એસ.પી સાહેબે કહ્યું કે તે લોકો માત્ર પોલીસ સ્ટેશને જ નહિ કોઈ બીજી સરકારી ઓફિસે જાય ત્યારે પણ આવું જ વર્તન કરતા હતા. તેમને વધુમાં કહ્યું કે હવે આ બધું ધીરે ધીરે બદલાય રહ્યું છે. તેમને કહ્યું કે લોકો ના મનમાં પહેલાથી જ જે પોલીસ નો ડર બેસી ગયેલો છે તેને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેને કહ્યું કે હવે જયારે પણ લોકો પોલીસ સ્ટેશને આવે ત્યારે પોલીસ તેના મિત્ર બનીને વર્તન કરે તેવી તેની પ્રાથમિકતા રહેશે.

વિજયસિંહ ગુર્જર કોન્સ્ટેબલ માંથી આય.પી.એસ. ઓફિસર બન્યા છે. કોન્સ્ટેબલ થી આય.પી.એસ સુધી ની સફર તેણે કઈ રીતે પાર કરી તે અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાંરૂપ સાબિત થાય છે. તેણે દિલ્હીમાં વગર ક્લાસ દ્વારા પોતાંની જાતે જ એક્ષામ પાસ કરી હતી. તે પોતે રાજસ્થાન ના એક ખેડૂત પરિવાર ના દીકરા છે અને તેનું પ્રાથમિક શિક્ષણ પણ સરકારી સ્કૂલ મા જ થયું હતું. આમ એક સામાન્ય પરિવાર ના લોકો પણ એક ઉચ્ચ પોસ્ટ પર પહોંચી શકે છે . અને દેશ ને માટે ઘણુંબધું કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!