દક્ષ પટેલની હત્યાનો ભેદ ગણતરીની કલાંક મા જ ઉકેલાયો ! વેલ મર્ડર પ્લાન કરનાર બીજુ કોઈ નહી પણ પોતાનો જીગર જાન…
ગઈ કાલે વડોદરા માથી એક ચકચાર મચી જાઈ એવી ઘટના સામે આવી હતી જેમા એક કોલેજીયન યુવક કે જેનુ નામ દક્ષ પટેલ (ઉ.19) હતુ અને ગત રાત્રી થી ગુમ થયેલ હતો તેની લાશ હાથ પગ બાંધેલી હાલત મા સયાજીગંજ વિસ્તારમાં આવેલા અલંકાર ટાવરના બેઝમેન્ટમાંથી મળી આવી હતી જ્યારે બાદ માંજલપુર પોલીસ મા હત્યા નો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ઘટનાને પગલે સમગ્ર શહેર મા અરેરાટી મચી જવા પામી હતી જ્યારે પોલીસ દ્વારા ગુનાની ગંભીરતાને લઈ ના પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી અને ગણતરી ની કલાંકોમા જ વેલ મર્ડર પ્લાન નો પર્દાફાશ કર્યો હતો. આ ઘટના મા દક્ષ ની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર બન્યું હતું જેમા તેના મિત્રે વિડીઓ ઉતારવાના બહાને હાથ પગ બાંધી દક્ષને મોત ને ઘાટ ઉતારી દીધો હતો.
એસીપી ધર્મેન્દ્ર ચાવડાએ જણાવ્યું હતું કે, એમ.એસ.યુનિવરસિટીમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 19 વર્ષિય દક્ષ હર્ષભાઈ પટેલ માંજલપુર વિસ્તારમાં આવેલી શિવમ સોસાયટીમાં રહે છે. તેના પિતાની મકરપુરા GIDCમાં શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી આવેલી છે અને તેમાં એન્જિનિયરિંગ પાર્ટ્સ બનાવે છે. તેઓ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણા તાલુકાના ખજેલી ગામના વતની છે.
મંગળવારે મોડી સાંજે દક્ષ પટેલની લાશ હાથ-પગ બાંધેલી હાલતમાં અલંકાર ટાવરના બેઝમેન્ટમાંથી પોલીસને મળી આવી હતી. પોલીસને CCTV ફૂટેજમાં મૃતક દક્ષ સાથે છેલ્લે દેખાઈ રહેલા પાર્થ કમલભાઇ કોઠારી (રહે. અંબાશ્રય સોસાયટી, માંજલપુર) પર શંકા ગઈ હતી. પોલીસ દ્ધારા પાર્થ કોઠારીની કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા પાર્થ કોઠારી ભાંગી પડ્યો હતો અને કબૂલી લીધું હતું કે, દક્ષની હત્યા અલંકાર ટાવરના બેઝમેન્ટમાં પોતે જ કરી તેની લાશ ત્યાં જ મૂકી ફરાર થઇ ગયો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મૃતક દક્ષ પટેલનો જીગર જાન મિત્ર પાર્થ કોઠારી છેલ્લા દોઢ વર્ષથી યુવી એકેડમીમાં મૃતક દક્ષ સાથે અભ્યાસ કરતો હતો. પરંતુ, આરોપી પાર્થના પ્રેમ સંબંધમાં મૃતક દક્ષ કાંટો બન્યા કરતો હોવાથી પ્લાનિંગ સાથે આરોપી પાર્થે મિત્ર દક્ષ પટેલની હત્યા કરી નાખી હતી અને એટલા ઝૂનુન સાથે આરોપીએ હુમલો કર્યો હતો કે, મૃતકના આંતરડા પણ બહાર નીકળી આવ્યા હતા.
આ ઘટના અંગે પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર પાર્થ કોઠારી એ પહેલા થી જ પ્લાનિંગ કર્યુ હતુ. પાર્થ કઠારી અને દક્ષ પટેલ અલંકાર ટાવરના બેઝમેન્ટ ગયા હતા અને કિડનેપિંગની સ્ટોરી બનાવી સોશિયલ મીડિયામાં ઇન્સટાગ્રામ મુકવાથી ઘણી લાઇક મળે તેમ જણાવી આરોપી પાર્થ કોઠારી પહેલેથી પોતાની જોડે લાવેલી નાયલોનની દોરીથી મૃતકના હાથ પગ બાંધી દીધા હતા અને ત્યાર બાદ તિક્ષ્ણ હથિયારથી પેટના ભાગે ઉપરાછાપરી ઘા કરીને દક્ષ પટેલને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જ્યારે આ કેસ ની તપાસ હાલ સયાજીગંજ પોલીસ મથકના પી.આઇ. આર.જી. જાડેજા કરી રહ્યા છે.