Viral video

દમણના બીચ પર ભયંકર ઘટના ઘટી! પેરાસિલિંગ સાથે પટકાતા 3 હવામાંથી નીચે પડ્યા. વીડિયો જોઇને ચોંકી જશો…

સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે, જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો.હાલમાં જ સોશિયલ મીડિયા પર દમણના જમપોર બીચ પર દુર્ઘટના, પેરાસિલિંગ સાથે પટકાતા સેહલાણીનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઇને તમે પણ આશ્ચય પામી જશો. આ ઘટના કોઈ સામાન્ય નથી પંરતુ જ્યારે આ ઘટના વિશે તમે જાણશો તો આશ્ચય પામી જશો કે આખરે આ ઘટના બની કંઈ રીતે.

દિવસે ને દિવસે અનેક પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે  દમણ ના દરિયા કિનારે પેરાસીલીંગ કરતાં ત્રણલોકો પૅરાસીલીંગ સાથે હવામાંથી નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ તાત્કાલિક જ તમામ ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ચોંકાવનારી વાત એ છે કે, આ ઘટના અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો.

સહેલાણીઓનો લાઇવ વિડીયોસોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.દમણના જમપોર બીચ પર દિલ્હીથી આવેલા કેટલાક સહેલાણીઓ પેરાસીલીંગ કરવા માટે તૈયાર થયા હતા. આથી દરિયા કિનારે પેરાસિલીંગ  કરાવતી સ્પોર્ટ્સ એડવેચરસ  એજન્સી દ્વારા પેરા સીલીંગ પર 2  સહેલાણીઓ અને એજન્સીનો એક રાઇડર પેરાસીલીંગ કરાવવા સહેલાણીઓને લઇ હવામાં ઊંચે ઊડ્યા હતા. ત્રણેય લોકો અચાનક જ હવામાંથી નીચે પટકાયા હતા.

સહેલાણીઓ નીચે પટકાતા જ દરિયા કિનારે દોડધામ મચી ગઇ હતી. જોકે ઉપરથી નીચે પટકાતા ત્રણેયને ગંભીર ઈજા થઈ હતી. આથી પ્રથમ તેઓને દમણની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!