Gujarat

ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, પતિની નજર સામે જ પત્ની અને ૨ પુત્રોના મોત..

હમણાં થોડા સમયથી અકસ્માત ના બનાવો ખુબજ બની રહ્યા છે, વાહનો નું પ્રમાણ પણ ખુબજ વધી ગયું છે, અને લોકોને ખુબજ ઉતાવળ પણ વધી ગઈ છે, તેના કારણે વારંવાર અકસ્માત ના બનાવો ના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, લોકો ઘરેથી પોતાના કામ માટે નીકળ્યા હોઈ છે, પણ તે ઘરે પોંચે છે કે નહિ તે હાલ નક્કી હોતું નથી, તેવા દર્દનાક અકસ્માતો હાલ થાય છે, તેવાજ એક ગમખ્વાર અકસ્માત ની વાત કરીએ તો સાવરકુંડલા ના સીમરણ ગામ નજીક એક ટ્રક અને કાર વચ્ચે ખુબજ ગંભીર અકસ્માત થયો હતો, અને એક પતિ ની સામે તેની પત્ની અને તેના બે પુત્રોના મૃત્યુ થયા હતા.

ઘટનાની વાત કરીએ તો રાજ્યભરમાં ગ્રામપંચાયત ની ચુંટણીને લઇ ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્ર ભરમાં અન્ય શહેરમાં વસતા લોકો પોતાના ગામ માં મતદાન માટે આવતા હોઈ છે, ત્યારે તેવો જ એક પરિવાર રવિવારે ઉનાના ધોકડવા ગામે મતદાન કરવા ગયેલા હતા, ત્યાં આ પરિવાર સાવરકુંડલા-અમરેલી રાજ્ય હાઇવે પર સીમરણ ગામ નજીક ખુબજ પુરપાટ સ્પીડે આવતો ટ્રક આ પરિવાર કે જે તેમની કાર માં જતા હતા, તેની સાથે આ ટ્રક અથડાયો અને આ ભયાનક અકસ્માત સર્જાયો હતો, અને આ પરિવાર ના ૩ વ્યક્તિના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા.

આ અકસ્માત ની વાત કરીએ તો એક જ પરિવાર ના ૪ વ્યક્તિઓ હતા, જેમાં ઉમેશભાઈ મનુભાઈ ગુર્જર (ઉ.વ.-૩૯) કૌશિકભાઈ મનુભાઈ ગુર્જર (ઉ.વ.-૩૩) તેમજ ભાગુબેન મનુભાઈ ગુર્જર (ઉ.વ.-૫૫) કે જે આ ત્રણેયના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા, અને આ ઉપરાંત મનુભાઈ બાલુભાઈ ગુર્જર કે જેમને નાની મોટી ઈજાઓ થતા તેમને સારવાર હેઠળ અમરેલી સિવિલ હોસ્પિટલ માં ૧૦૮ મારફતે લઇ જવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા ત્યાના પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને અલગ અલગ તપાસ હાથ ધરી હતી. કેવી રીતે અને કી રીતે આ અકસ્માત થયો તેની તપાસ પહેલા પોલીસે હાથ ધરી છે, તેમજ આ ગુનો મોડી રાત સુધીમાં અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી શરુ કરી છે, મળતી માહિતી અનુસાર આ ગુર્જર પરિવાર કે જે પોતાના ગામ ધોક્ડવા મતદાન કરવા ગયા હતા, અને ત્યાંથી તેઓ જાફરાબાદ તાલુકાના માણસા ગામે આવ્યા હતા, અને ત્યાંથી વલસાડ જતા સમયે આ અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટનામાં પતિની નજર સમક્ષ પત્ની અને ૨ પુત્રના કરુણ મોત થયા હતા, જેને પગલે પંથકમાં ખુબજ ગમગીની ભર્યો માહોલ સર્જાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!