બુટલેગરો નો દારુ ની હેરફેર માટે વિચીત્ર કીમીયો ! કેસર કેરી ના બોક્સ ખોલતા જ..
કેરીનું નામ આવે એટલે આપણા મોમાં પહેલેથી જ પાણી આવી જાય છે. અને તેમાં પણ જો કેસર કેરી મળી જાય તો વાત જ શું પુછવી. અને હવે કેસર કેરીની સીઝન પણ પૂરી થવાની છે ત્યારે માર્કેટમાં કચ્છની કેસર કેરી ખૂબ ખૂબ મોટા પ્રમાણમાં આગમન થતું જોવા મળશે. અને તે વખતે ગીર સોમનાથ પોલીસે સમગ્ર કેસર કેરીની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવે છે એવું જાણવા જ મળતા બે વ્યક્તિઓને ઝડપી પાડયા અને તેમાં કેસર કેરીના બોક્સ માં તેઓ દારૂ ભરીને જતા હતા. ઉપાય જાણી ને પોલીસ પણ એક ટાઇમ માટે ચોંકી ગઈ હતી.
મળેલી એક માહિતી અનુસાર ઉના શહેર માં વિદેશી દારુનો ભરપૂર માત્રામાં જથ્થો મળી આવ્યો હતો, અને જ્યારે આ સમગ્ર માહિતી પોલીસને મળી હતી ત્યારે તેમને વિદેશી દારૂના જથ્થાની ફેરી ફેરી કરવાના આ ઉપાયનો પર્દાફાશ કર્યો હતો. અત્યારે કેરીની સિઝન ખૂબ જ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે પોલીસને માહિતી મળી કે બે વ્યક્તિઓ કેરીના બોક્સમાં દારૂ અને બિયરની હેરાફેરી કરી રહ્યા છે ત્યારે પોલીસે તેમને પકડી લીધા હતા.
મળેલી માહિતી અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં આવેલા જૂના શહેરના બસ સ્ટેશનમાંથી લોકલ ક્રાઇમ બ્રાંચે બે વ્યક્તિઓને પકડી પાડયા હતા અને તેમાં તેમની પાસે રહેલા કેસર કેરીના બોક્સની તપાસ પણ કરવામાં આવી હતી અને જ્યારે પોલીસે આ બાબતની તપાસ કરી હતી ત્યારે તેમાંથી જ બધી માહિતી બહાર આવી હતી. પોલીસને જાણ થઈ હતી કે તેમને કેસર કેરીના બોક્સની આડમાં 31 હજાર રૂપિયાના કિંમતનો વિદેશી દારૂ મુકેલો હતો.
ગુજરાતમાં દારૂબંધી હોવાથી બુટલેગરો અલગ અલગ રીતે દારૂની હેરાફેરી કરવાની રીત અપનાવતા હોય છે. અને તેમાં પણ ખાસ કરીને સરહદની નજીક આવેલ ચેકપોસ્ટ પરથી જ્યારે તેમનું વાહન કે પછી કોઈપણ સાધન પસાર થવાનું હોય ત્યારે તેઓ અલગ-અલગ ઉપાય અપનાવતા હોય છે. અને તેવામાં તેઓ દારૂની હેરાફેરી કરતા હોય છે અને ત્યારે જો પોલીસને કોઇપણ ભનક લાગી જાય ત્યારે તેઓ તેમને ઝડપી પાડતા હોય છે, આમ હવે તેઓએ કેરીની આડમાં દારૂની હેરાફેરી કરી હતી અને પોલીસે તેમને પકડી પાડયા હતા.
પોલીસને જ્યારે માહિતી મળી અને તેમને તે બંને વ્યક્તિઓ ને બહુ ખોલવા માટે જણાવ્યું હતું, પરંતુ તેની અંદરથી કેરી ન નીકળતા દારૂની બોટલ તથા બીયરની બોટલ નીકળી હતી. આમ આ બધું જોઇને પોલીસ પણ ખૂબ જ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા, અને સૌ કોઈને ત્યાં સ્થળ ઉપર એવું જ લાગતું હતું કે આમાં કેસર કેરી જ હશે પરંતુ કેસર કેરીની જગ્યાએ તેમાંથી દારૂ નીકળ્યો હતો.
કેરીના બોક્સની અંદર તે લોકોએ દારૂનો એવી રીતે પૅકિંગ કર્યો હતો કે દરેક વ્યક્તિને એવું જ લાગે કે આ બોક્સની અંદર કેરી જ છે. અને કેરીના બોક્સની બંધ કરીને ઉપરથી એક અલગ પ્રકારની દોરી લગાવવામાં આવી હતી, અને કેરીના બોક્સની અંદર જેમ કાગળ મૂકવામાં આવે છે તેવી જ રીતે તેની ઉપર કાગળ મૂકેલા હતા આ સમગ્ર કેસની તપાસ પોલીસે ખૂબ જ ઊંડાણપૂર્વક કરી. અને તેમાંથી દારૂ તથા બિયરની બોટલો નીકળી આવી હતી. અને જો હજુ પણ પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરે તો ઘણું બધું હાથમાં લાગી શકે છે.
