Gujarat

માતા પિતા ને કીધા વગર જ આર્મીની ભરતી દિકરીએ ફોર્મ ભર્યુ અને જ્યારે પાસ થય ત્યારે માતા પિતાની આંખ મા હરખ ના આંસુ…

આજના સમયમાં હવે દીકરીઓ દરેક ક્ષેત્ર કાર્યરત થઈ રહી છે અને સમાજમાં દીકરી અને દીકરા વચ્ચેનો ભેદભાવ દુર થઈ રહ્યો છે.કોઈપણ કાર્યમાં લીંગજાતી મહત્વની નથી પરંતુ આવડત, હિંમત અને આત્મવિશ્વાસ જરૂરી છે. આજમાં સમયમાં દીકરીઓ પણ એકે ક્ષેત્રમાં આગળ વધી રહી છે,જેની ભાગ્યે જ કોઈ કલ્પના કરી શકે છે. હાલમાં જ એક હદયસ્પર્શી અને પ્રેરણાદાયી કિસ્સો બન્યો. વાત જાણે એમ છે કે, માતા પિતા ને કીધા વગર જ આર્મીની ભરતી દિકરીએ ફોર્મ ભર્યુ અને જ્યારે પાસ થય ત્યારે માતા પિતાની આંખ મા હરખ ના આંસુ સમાયા. ચાલો આ ઘટના વિશે વધુ માહિતી આપીએ.

કચ્છની એક 23 વર્ષીય યુવતીએ સીમા સુરક્ષા બળની ટ્રેનિંગ રી કરી પોતાની પ્રથમ પોસ્ટિંગ મેળવી છે. સાથે જ તે કચ્છની પ્રથમ યુવતી બની જેણે બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી સરહદની ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સમાં જોડાઈ હોય. આ ઘટના બનતા તેમના પરિવારમાં ખુશીઓનો માહોલ છવાઈ ગયો છે.કચ્છના ભુજ તાલુકાના મિરજાપર ગામની 23 વર્ષીય ઉર્વશી ગુસાઈએ ગત મહિને જ પોતાની બીએસએફની કઠિન ટ્રેનિંગ પૂર્ણ કરી હતી.

ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના ઘરે પરત ફરેલી ઉર્વશી ટ્રેનિંગ પૂરી કર્યા બાદ ઉર્વશીબેન પોતાની પ્રથમ પોસ્ટિંગ માટે રવાના થયા છે.બીએસએફની પરીક્ષા આપ્યા પહેલા પાંચ વર્ષ એક ફોટો સ્ટુડિયોમાં નોકરી કરતા હતા. તે સમયે ફોન પર સેના અને અન્ય લશ્કરી દળ વિશેના સમાચારો વાંચી તેમને પણ સેનામાં જોડાવાની ઈચ્છા થઈ હતી.બીએસએફમાં ફોર્મ ભર્યા સમયે મે ઘરમાં કોઈને જાણ કરી ન હતી.  પિતાને પણ ફક્ત એટલું જ કહ્યું હતું કે સરકારી નોકરીનું ફોર્મ ભર્યું છે.

લેખિત અને પ્રેક્ટીકલ પરીક્ષા પૂર્ણ થયા બાદ જ મેં ઘરે જાણ કરી હતી કે હું બીએસએફની ટ્રેનિંગ માટે ઉત્તીર્ણ થઈ અને હવે તે પંજાબ ખાતે એક વર્ષ સુધી ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ ઉર્વશીબેને હાલ પોતાનો પ્રથમ પોસ્ટિંગ મેળવી છે. ખરેખર આ દીકરી માત્ર કચ્છનું જ નહીં પરંતુ ગુજરાતનું નામ રોશન કર્યું છે અને તેમના પરિવારને વધુ ગર્વ થતો હશે કે, તેમની દીકરી એ આવું ઉત્તમ કાર્ય કર્યું છે, જે ભાગ્યે જ કોઈ દીકરો પણ કરી શકે. ખરેખર આ કાર્ય બદલ આ યુવતી વંદનને પાત્ર છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!