ઘરે દિકરી નો જન્મ થતા લોકો ને ફ્રી મા પેટ્રોલ ભરી આપ્યુ આ વ્યક્તિ એ તો લોકો એ કીધું કે…
આપણે ત્યાં દીકરીના વધામણા ઓછેરા થાય છે!પરંતુ ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે, જેઓ દીકરા કરતાંય વધુ દિકરીમાં જન્મના વધમાણ કરે છે.હાલમાં જ એક એવી ઘટના બની છે, જેનાં લીધે સૌ કોઈ ચોંકી ગયા છે અને દરેક વ્યક્તિઓ માટે આ પરિવાર પ્રેરણાદાયક બન્યું છે.હાલમાં જ એક એવી ઘટના બની છે કે,એક વ્યક્તિ પોતાના ઘરમાં દીકરીનો જન્મ થતા જ તેમની ઉજવણી ઉત્સાહ અને ઉંમગ પૂર્વક કરી છે. ત્યારે આ જન્મની નોંધ આખા ભારતમાં લેવામાં આવી છે.
હાલમાં અત્યારે સૌથી વધુ કિંમત પેટ્રોલ ની છે, ત્યારે આવા સમયમાં કોઈ પેટ્રોલ ફ્રી આપવાનું વિચારી શકે છે? કોઈપણ તૈયાર ન થાય પરતું હાલમાં જ મધ્યપ્રદેશના બૈતુરમાં એક પેટ્રોલ સંચાલન માલિક ને ત્યાં દીકરીનો જન્મ થતા જ તેમને આ અવસર ને ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવ્યો અને સૌથી મહ્ત્વની વાત કે એમને ગ્રાહકો માટે ફ્રીમાં પેટ્રોલ આપવાની ઓફર પણ રાખી અને શહેરમાં દરેક જગ્યાએ આ પોસ્ટર પણ લગાવવામાં આવ્યા.
પેટ્રોલની કિંમત વધારા થી પરેશાન લોકો આ માલિકને બધાઇ આપી રહ્યા છે, ત્યારે ખરેખર આ ગર્વ લેવા જેવી વાત કહેવાય.માલિકનું કહેવું છે કે, આ કોઈ માન સન્નમાન કે નામમાં મેળવવા માટે ઓફર નથી કરી પરતું અમારા ઘરે દીકરી નો જન્મ થતા ખુશી નાં ભાગરૂપે આ ઓફર ચાલુ કરી છે અને લોકોમાં એક જાગૃતતા આવે કે, માત્ર દિકરાના જન્મના વધામણાં શ્રેષ્ઠ નથી પરંતુ દીકરી ઘરની લષ્મી કહેવાય છે.
પોસ્ટરમાં જાહેરાત આપી કે, 13 થી 14 ઓક્ટોબર સુધીમાં સવારે 9 થી બપોર 11 વાગ્યા સુધી અને સાંજે 5 થી 7 સુધી જે લોકો પણ પેટ્રોલ પુરાવશે તેમને એક્સ્ટ્રા પેટ્રોલ તદ્દન ફ્રીમાં મળશે. એક દિવસમાં એક ગાડીને આ ઓફર નો લાભ આપ્યો છે.એક લીટર પેટ્રોલ પર 5 % પેટ્રોલ એક્સ્ટ્રા આપવામાં આવ્યું હતું. ગ્રાહકો એ પણ આ ઓફર અને દીકરીના જન્મના વધામણાં ની શુભેચ્છાઓ પાઠવી
તમને જણાવીએ કે, દીકરીનો જન્મ આપનાર મહિલા મૂકબધીર છે અને તે પેટ્રોલ સંચાલકની બહેન છે. પિતા મુત્યુ બાદ પોતાની બહેનને દીકરીની જેમ પરવરીશ આપી અને ખૂબ જ ધ્યાન રાખે છે અને તેને ત્યાં દિકરી નો જન્મ થતા આ ઉજવણી કરી હતી. શીખાનો પતિ પણ મુકબધીર છે અને તે ભોંપાલમાં નોકરી કરે છે.