India

ઘરે દિકરી નો જન્મ થતા દિકરીનુ એવી રીતે સ્વાગત કરવામાં આવ્યુ કે આખુ ગામ જોતું રહી ગયુ.

આજના સમયમાં હવે બધું જ બદલાઈ ગયું છે. દરેક નાના મોટા પ્રસંગોમાં આપણે ખુશીઓ શોધતા થઈ ગયા છીએ. આ વાત ખરેખર સત્ય પણ છે અને ખુશીની વાત છે કે,બદલાતા સમય સાથે આપણે આપણા વિચારો ને બદલાતા થઈ ગયા છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજના સમયમાં પણ પહેલાની જેમ દીકરા જન્મના વધામણાની ખુશીઓ સૌ કોઈ ને હોય છે. સૌ કોઈને દીકરાની જ આશાઓ હોય છે.

ત્યારે આજે અમે આપને એક એવા પરિવાર વિશે જણાવીશું જેને પોતાના ઘરે જન્મેલી દીકરીનું એવી રીતે સ્વાગત કર્યું કે આખું ગામ જોતું રહી ગયું હતું. આવું સ્વાગત તો જ્યારે કોઈના ઘરે દીકરો જન્મ્યો નહિ હોય એવું કરવામાં આવ્યું હતું. દીકરો અને દીકરી એક જ સમાન છે. દીકરી આજે દીકરાઓ થી આગળ નીકળીને પરિવારનું નામ રોશન કરે છે. આ વાત ને આખરે એક પરિવારે સ્વીકારી પણ ખરી છે.

હાલમાં જ સોશિયલ મીડિયામાં એક ઘટના વાયરલ થઈ છે.
મધ્યપ્રદેશના ધારથી એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. રઘુનાથપુરાના રહેવાસી ગુરુદીપ સિંહની પત્નીએ દીકરીને જન્મ આપ્યો. જ્યારે આ વાતની ખબર તેમના પરિવારને થઇ તો સૌ કોઈ ખુશ થઇ ગયા હતા કારણ કે, આ પરિવારમાં 33 વર્ષ પછી છોકરીનો જન્મ થયો છે. ગુરદીપ સિંહના ઘરે 26 માર્ચના છોકરીનો જન્મ થયો હતો અને હોસ્પિટલમાંથી 2 દિવસ પછી જયારે રજા આપવાના હતા

આ દરમિયાન પરિવારના લોકોએ દીકરીના જન્મને એકદમ યાદગાર બનાવી દીધો. હોસ્પિટલથી દીકરીને અતિ આલીશાન ગાડીમાં ઘરે લેવામાં આવી હતી. આ કારને ગુલાબના ફૂલો થી શનગરમાં આવી હતી. ખરેખર પરિવારે દીકરીના નાના પગમાં કંકુ લગાડી તેના પગની છાપ ઘરનાં ઉંમરમાં છાપી હતી. તેના પછી દીકરીની આરતી ઉતારવામાં આવી અને પછી મા અને દીકરીએ ઘરમાં પ્રવેશ કરીયો.

આખા ઘરને લાલ કલરના ફુગ્ગાથી સજાવવામાં આવ્યું હતું. દીકરીના દાદા કુલદીપ સિંહે જણાવ્યું કે તેમને 3 દીકરાઓ છે, તો આખા પરિવારને દીકરીના જન્મની ઇચ્છા હતી અને અમારું સૌભાગ્ય છે કે એ ઇચ્છા પુરી થઇ ગઈ.મા નમનપ્રિત કૌરે જણાવ્યું કે વર્ષો પછી નાની પરીના અમારા ઘરે આવવાથી અમારો પરિવાર પૂર્ણ થઇ ગયો છે.ખરેખર આ ખુશીનાં અવસરને ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આવું ભાગ્યે જ કોઈ પરિવારે જોયું હશે.આવું જ દરેક પરિવારમાં હોવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!