એક એવું ગામ જ્યાં ગામની દીકરીઓઓ ચલાવે છે, બાલિકા પંચાયત! 12માં ધોની દીકરી છે સરપંચ પદે…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આપણા દેશમાં હજુ પણ એવા લોકો છે, જેઓ દીકરીઓને સ્વીકારવા તૈયાર નથી અને દીકરીઓને બોજો સમજે છે. ત્યારે અમે આપને એક એવા ગામ વિશે જણાવીશું જ્યાં બાલિકા પંચાયત છે અને હાલમાં જ મતદાતા દિવસે આ બાળકી ગામની સરપંચ બની. ચાલો અમે આપને આ ગામ વિશે માહિતગાર કરીએ કે, આખરે આ ગામ કયું છે અને આ ગામના આવેલ બાલિકા પંચાયત ની કામગીરી શું છે અને શા માટે આ પંચાયત ની શરૂઆત કરવામાં આવી છે.
ગુજરાતની દીકરી કોઈપણ ક્ષેત્રે પાછળ રહી ન જાય અને તેને સમાનતાની તક મળી રહે તેવા તમામ પ્રયત્ન સરકાર કરી રહી છે. સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓની પહેલના કારણે જ આજે રાજ્યની મહિલાઓ સ્વમાનથી જીવન જીવી રહી છે અને સુરક્ષિત પણ અનુભવ કરી રહી છે. હાલમાં જ રાજ્ય સરકારે નવતર પહેલના ભાગરૂપે ગુજરાતમાં પ્રથમ બાલિકા પંચાયતની રચના કરી છે.
દીકરીઓને મદદની નહિ તકની જરૂર છે, તક બનવાશે તેમને મહાન” બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાની દીકરીઓ દ્વારા એક નવતર પ્રયોગ કરાયો છે. બેટી બચાવો બેટી પઢાવો સેલ, મહિલા શક્તિ કેન્દ્ર અને જિલ્લા કલેક્ટરની સહભાગીતાથી કુનેરિયા ગામ તા. ભુજ, મોટા અંગિયા ગામ તા.નખત્રાણા અને મસ્કા ગામ તા. માંડવી ખાતે પાયલોટ બેઈઝ પર પ્રથમ બાલિકા પંચાયતની રચના કરાઈ છે.
આ બાલિકા પંચાયતોમાં કિશોરીઓનું મંડળ રચવામાં આવ્યું છે. જેમાં એક સરપંચ અને અન્યોને સભ્યોનું સ્થાન અપાયું છે. આ બાલિકા પંચાયતમાં નિયુક્ત બાલિકા સરપંચ તથા સમિતી સભ્યો દ્વારા કચ્છ જિલ્લામાં દીકરીઓના જન્મ, દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ, આરોગ્ય, પોષણ રમત-ગમત, રાજકારણની સમજ જેવા વિષયો પર કાર્ય કરવામાં આવશે.બારમા ધોરણમાં અભ્યાસ કરતી સરપંચ વિધિબેન વિજય નાકર ઉત્સાહપૂર્વક જણાવે છે કે, “મારા ગામના ઘરો દીકરીઓના નામે ઓળખાય છે તે અમારા માટે ગૌરવની વાત છે. 11 વોર્ડની 11 દીકરીઓ પોતાના વોર્ડની સમસ્યા અને પ્રશ્નોનું લિસ્ટ બનાવી ગ્રામ પંચાયતમાં રજૂ કરી તેનું નિરાકરણ કરે છે”