ઓહ તો આખરે દયાબેન ની વાપસી ફાઇનલ??દીશા વાકાણી નહી પણ આ એક્ટરસ લેશે તેનુ સ્થાન????
ચાર વર્ષ બાદ ફરી એકવાર ચાહકોને ગોકુલધામમાં ” હૈ માં માતાજી ” સાંભળવવા મળશે. ખરેખર તમને જાણીને નવાઈ લાગશે કે, આખરે ચાર વર્ષની રાહ જોયા બાદ હવે આખરે દયાબેનની વાપસીના એધાણ દેખાય રહ્યા છે. સૌથી ખાશ વાત એ છે કે, હવે સીરિયલમાં દયાબેનનાં પાત્રમાં દિશા વાકાણી નહીં પરંતુ અન્ય અભિનેત્રી જોવા મળશે. આપણે જાણીને છે કે, હાલમાં જ જાણવા મળ્યું હતું કે, દયાબેનના પાત્ર માટે ઓડિશન ચાલુ થયા હતા.

હવે આખરે આસિત મોદીને દયાભાભી મળી ગયા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ અભિનેત્રી ખૂબ જ લોકપ્રિય અને દિશા વાકાણીથી પણ વધુ સુંદર અને હોટ છે. ખરેખર હવે ચાહકો નવા દયાભાભી ને પહેલા જેટલો પ્રેમ આપે છે કે, નહીં એ જોવાનું રહ્યું. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આસિત મોદી એ આખરે નવા દયાબેનના કમબેક ને લઈને જણાવ્યું છે કે, હવે શોમાં દયાબેન આવશે પરતું દિશા વાકાણી નહીં.

મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે,પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ હાલમાં જ મીડિયાને ઇન્ફોર્મ કર્યું હતું કે, દયાબેનનું જાણીતું પાત્ર ફરીથી શોમાં પાછું આવશે, પરંતુ તે દયાબેનની ભુમિકા નિભાવનાર દિશા વાકાણીની વાપસીની પુષ્ટી કરી શક્યા ન હતા. ત્યારે ગૉસિપ દ્વારા જાણવા મળ્યું છે કે, ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ છેલ્લા ઘણા વર્ષોમાં લોકોના દિલો પર રાજ કર્યું છે. ત્યારે આ શોમાં દર્શકોના સૌથી પ્રિય પાત્રમાંથી એક દયાબેન ચાર વર્ષ બાદ શોમાં જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 90 ના દાયકાનો શો હમ પાંચમાં પોતાના પ્રતિષ્ઠિત પાત્ર સ્વીટી માથુર માટે લોકપ્રિય અભિનેત્રી રાખી વિજનને દયાબેનની ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે.

રાખી વિજનને દયાબેનની ભુમિકા નિભાવવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. રાખી સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંથી એક છે. તેમનો કોમિક ટાઈમ સારો છે. વિજન આ પહેલા ‘દેખ ભાઈ દેખ’, ‘બનેગી અપની બાત’, ‘નાગિન 4’ જેવા શોનો ભાગ રહી ચુકી છે. તેમણે ‘ગોલમાલ રિટર્ન્સ’ જેવી બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એક્ટ્રેસે ‘બિગ બોસ 2’ માં પણ ભાગ લીધો હતો. હવે તે તારક મહેતામાં દયાભાભીની ભૂમિકા નિભાવતા જોવા મળશે.
