દયાબેનનાં ઘરે બીજી વાર પારણું બધાશે? બેબી બમ્પ સાથે જોવા મળ્યા દયાબેન…જુઓ તસ્વીરો
વરસોનાં વાણા વિતી ગયા પરંતુ દયા ભાભી તારક મહેતા સિરિયલમાં પાછા ન આવ્યા! ખરેખર જ્યાર થી દિશાનાં લગ્ન થયા ત્યારે થી તેની અભિનયની કારકિર્દીનો અંત આવી ગયો પણ આજે પણ લોકો તેમને ભુલ્યા નથી. હાલમાં જ જેઠાલાલ ની દીકરીના લગનમાં દયા ભાભીની ગેર હાજરી હતી અને જાણવા મળ્યું હતું કે દયા ભાભીએ કારણોસર આ આમંત્રણ સ્વીકાર્યું ન હતું, ત્યારે હાલમાં જ એક બ્રેકીંગ ન્યૂઝ સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ તસ્વીર પરથી જાણવા મળ્યું છે કે, દયા ભાભી ફરી પ્રેગ્નટ છે!
એક તરફ જ્યાર થી તેઓ મેટરનીટી લિવ પર ગયા ત્યાર પછી તેઓ આ શોમાં પાછા નથી ફર્યા અને લોકો હવે તેમની રાહ જોઈ રહ્યા છે, ત્યારે તેઓ ફરી એકવાર મા બનવા જઇ રહ્યા છે. આ વાત એટલે ચર્ચામાં આવી છે કારણ કે, એક તસ્વીરમાં દયાભાભીનું બેબી બમ્પ દેખાઈ રહ્યું છે.બની શકે આ કારણે તેઓ લગ્નમાં નાં આવ્યા હોય. અમે આપને આ ઘટના વિશે વધુ વિગતવાર જણાવીએ આખરી ક્યાં કારણોસર લોકો આ વાત કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેનું બેબી બમ્પ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. આ ફોટોમાં દિશાની સાથે તેનો પતિ પણ જોવા મળી રહ્યો છે. આ ફોટો જોઈને સ્પષ્ટ થાય છે કે દિશા પ્રેગ્નન્ટ છે. આ ફોટો જોઈને તેના ફેન્સ તેને અભિનંદન આપી રહ્યા છે અને ડિલિવરીની ડેટ પૂછી રહ્યા છે.કદિશા છેલ્લા ઘણા સમયથી આ શોમાં જોવા નથી મળતા કારણ કે 2017માં દીકરીના જન્મ બાદથી તેને આ શો છોડી દીધો હતો.દીશા વાકાણીની જગ્યાએ મેકર્સે હજુ સુધી શોમાં અન્ય કોઈ અભિનેત્રીને દિશાની જગ્યા આપી નથી ત્યારે આ વાત ચોંકાવી દેનાર છે પરંતુ કોઈ ઓફિસયલી વાત સામે નથી.
આવી.સોશિયલ મીડિયામાં હકીકત કરતા અફવા વધુ હોય છે કારણ કે,તસવીરોથી એ સાબિત નથી થતું કે આ ફોટા જૂના છે કે નવા પરંતુ લોકોને આ તસવીર પર એટલા માટે પણ વિશ્વાસ થઈ રહ્યો છે કારણ કે લાંબા સમયથી દિશાની કોઈ નવી તસવીર સામે આવી નથી દિલીપ જોશીની પુત્રીના લગ્નમાં દિશા પ્રેગનન્સીના કારણે પહોંચી નહોતી. પરંતુ હવે આ અંગે દિશાનું કોઈ પણ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.હવે તો સમય આવે ત્યારે જ સત્ય સામે આવશે કે, શું દયાભાભી બીજા બાળકને જન્મ આપશે!