યુવકને ખાનગી સ્કૂલની પ્રિન્સીપાલને પ્રેમ કરવો પડ્યો ભારે! 5 વર્ષ સુધી મહિલાએ એવું કર્યું કે યુવકે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું! સ્યુસાઇડ નોટમાં જણાવ્યું કે…
ગુજરાતમાં અનેક પ્રકારની આત્મહત્યાની ઘટનાઓ બનતી હોય છે. હાલમાં જ હરિયાણાના રોહતકમાં એક ખાનગી શાળાના પ્રિન્સિપાલથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી લીધી. યુવકે 7 પાનાની સુસાઈડ નોટ સામે આવી છે.આ સુસાઈડ નોટ બાદ પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ કેસ નોંધ્યો હતો જેમના નામ તેમાં લખેલા હતા.સની છાબરાએ સ્યુસાઈડ નોટમાં 4 વર્ષના પ્રેમ, બ્લેકમેઈલીંગ, બરબાદી અને અંતે આત્મહત્યાની સમગ્ર વ્યથા શાળા સંચાલક સમક્ષ વર્ણવી છે.
આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો સનીએ જણાવ્યું કે કેવી રીતે મહિલા પ્રિન્સીલાપ તેને સતત પૈસા બાબતે લુંટતી રહી અને તેની માંગ પૂરી ન થતાં તેણે છેતરપિંડી કરી હતી. યુવકે જણાવ્યું હતું કે વર્ષ 2018 સારી રીતે સમજાયું. જીવન અમૂલ્ય છે પણ પ્રેમ કરીને જીવી ન શક્યા.વર્ષ 2018 થી 2022 દરમિયાન 45 વખત મળ્યા. પરંતુ આ મળવાથી જ જાનહાની થશે તે ખબર ન હતી. ક્યારેક રમેશ તો ક્યારેક વિનોદ અને દીપાંશુ મને ધમકી આપવા લાગ્યા હતા.
યુવકે કહ્યું કે, કનિકા મારા વિના રહી શકતી ન હતી. પરંતુ આખરે તેને કનિકાએ પ્રેમ સાથે સંબંધ તોડી નાખ્યો. કનિકા પ્રેમનું નાટક કરીને સતત તેને છેતરતી રહી અને પૈસા પડાવતી રહી અને સની સાથે ભાગવા પણ તૈયાર થઈ ગઈ હતી પણ આ પછી રમેશ, વિનોદ, દીપાંશુ અને બસંતે તેમને હેરાન કરવાનું શરૂ કર્યું. જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા.
યુવકે નોટમાં જણાવ્યું હતું, રમેશે મને પિસ્તોલ બતાવી. તેણે કનિકાને છોડી દેવા માટે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. કનિકાએ રમેશના દબાણ હેઠળ છેતરપિંડી કરી. અમે 24માંથી 18 કલાક કોલ પર વાત કરતા હતા. જેનો વિડીયો પણ ફોનમાં હતો તે રમેશને મળ્યો હતો. મેં મારું તન, મન અને ધન કનિકાને આપ્યું. ફાઇનાન્સમાં પણ સોનું ગીરવે મૂકેલું છે. આ પૈસા કનિકાને આપ્યા. પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. 2020માં 4 લાખ આપ્યા હતા. હવે સપ્ટેમ્બરમાં 1 લાખ 60 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. કનિકા માટે બેંકમાંથી 10 લાખની ગોલ્ડ લોન પણ લીધી હતી.
કનિકાએ છેતરપિંડી કરી છે તેની જાણ થતાં જ વર્ષ 2022માં સની છેલ્લીવાર મળ્યો હતો. કનિકાએ 2018 થી 2022 સુધી પ્રેમમાં છેતરપિંડી કરી હતી. વિનોદ અને રમેશ યુવકને ધમકાવતા.યુવકે કનિકાને 10 લાખ 60 હજાર રૂપિયા આપ્યા. તે 10 લાખ રૂપિયા વધુ માંગતી હતી. યુવક આપી ન શક્યો. જેથી તેને ગોલ્ડ લોન પણ લીધી અને આખરે સતત પૈસાના દબાણના લીધે પોતાનું જીવન ટૂંકાવી દે અને અંતિમ નોટમાં લખ્યું કે હું મારા પિતાની માફી માંગુ છું. મારી પત્ની અને બાળકો ખૂબ સરસ છે. તેમને ખૂબ પ્રેમ….