જેતલસર : ઉદ્યોગપતિનાં 16 વર્ષના દીકરાએ ગળોફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ હજું….
આત્મહત્યાઓનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, જેતલસર ગામમાં રહેતા ઉદ્યોગપતિના યુવા પુત્રએ ફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું છે. આ બનાવ અંગે વધુ જાણીએ તો આ પરિવાર સુખી સંપન્ન હતો તેમજ
તરૂણને કોઇ એવી બીમારી પણ ન હતી કે જેના લીધે તેણે આવું આત્યંતિક પગલું ભરી લેવું પડે. અભ્યાસ અંગે પણ કોઇએ કડક ટકોર કરી ન હતી અને તેના સાથી, સંગાથીનો પણ એવો કોઇ રેકોર્ડ હોવાનું સામે આવ્યું નથી.
તરૂણે આ રીતે આત્મઘાતી પગલું શા માટે ભરવું પડ્યું? યુવાવસ્થા તરફ જઈ રહેલા તરુણે પોતાની જિંદગી ટૂંકાવી નાખ્યાની ઘટનાથી ગામમાં અરેરાટી સાથે શોક ફેલાયો છે.
આ બાબતે જેતપુર તાલુકા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ આથી પોલીસ પણ મુંઝવણમાં પડી ગઇ છે.
મૃતક વ્યક્તિ વિશે નામજોગ માહિતી જાણીએ.
પોલીસ તપાસના સામે આવ્યું છે કે, જેતપુર તાલુકાના જેતલસર ગામમાં રહેતા અને એનઆઇઆર રસિક ગોંડલીયાના ભત્રીજા એવા સુનિલ જેન્તીભાઈ ગોંડલીયાના 16 વર્ષના પુત્ર આર્યન સુનિલ ગોંડલીયાએ પોતાના ઘરે બે દિવસ પહેલા અકળ કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર જાગી છે.
આ દુઃખદ બનાવ અંગે જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. લાશનો કબજો લઈ, પીએમ કરાવી, આર્યને આવું પગલું શા માટે ભરી લેવું પડ્યું એ સહિતની તપાસ આરંભી છે. બીજી તરફ જેતપુર તાલુકા પોલીસના સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે પરિવારજનો હજુ સુધી કંઇ બોલી શકવા સક્ષમ નથી એટલા બધા આઘાતમાં છે. આથી તપાસનો દોર ધીમે ધીમે આગળ ધપશે. જેથી હજુ સુધી આત્મહત્યાનું કારણ અંકબંધ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.