Gujarat

રબારી યુવાન ની ધડાધડ ગોળીઓ ધરબી કરપીણ હત્યા કરાઈ ! હત્યારા ઓ ફીલ્મી સ્ટાઈલ મા આવ્યા

વેરાવળ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા એવા એસટી વિસ્તારમાં સમી સાંજે ચાની લારીએ સ્કુટર ઉપર બેઠેલા યુવાન ઉપર સરાજાહેર ફાયરિંગની ઘટના બની છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજતા તેના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. બીજી તરફ આ ઘટનાને પગલે શહેર પોલીસ ઉપરાંત એલસીબી એસઓજીના અધિકારીઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવી ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ ઘટના અંગે જાણવા મળેલ વિગતો મુજબ આજે સમી સાંજે સાતેક વાગ્યે આસપાસ વેરાવળ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા એસટી રોડ ઉપર કારડીયા બોર્ડિંગની સામે ચાની લારી પાસે મોપેડ સ્કૂટર ઉપર બેસેલા રબારી નિતેશ સરમણભાઇ કટારીયા ઉપર અચાનક જ એક સ્કૂટર ઉપર આવેલા અજાણ્યા શખ્સે સરાજાહેર ફાયરિંગ કર્યું હતું. જેમાં નિતેશ કટારીયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવેલ જ્યાં તેનું સારવાર મળે તે પૂર્વે જ મૃત્યુ થયું.
બીજી તરફ સિવિલ હોસ્પિટલની બહાર રબારી સહિત સર્વ સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેના પગલે સિવિલ હોસ્પિટલમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.

પોલીસે સ્થળે દોડી આવી તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો. ઘટના સ્થળ ઉપરથી ફૂટેલું કારતુસ અને રિવોલ્વર પોલીસે કબ્જે કરી હોવાનું જાણવા મળેલ છે. ફાયરિંગ કરનાર આરોપી શખ્સ સ્થળ ઉપર મોપેડ સ્કુટર મુકી નાસી ગયો હોવાથી નાકાબંધી કરવાની સાથે એલસીબી, એસઓજીની જુદી જુદી ટીમો તેને ઝડપી પાડવા તપાસમાં જોડાઈ હતી.આ ફાયરિંગ જુના મનદુઃખના કારણે કર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. જ્યારે આ ફાયરિંગ કરનાર આરોપીની ઓળખ થઈ જતા પોલીસના હાથવેંતમાં જ હોવાનું જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!