Gujarat

ભાવનગર મા 16 વર્ષ ની દીકરી હત્યા થઈ ! કાકા ને બચાવવા જતા આરોપીઓ એ દીકરી ને..

હાલમાં જ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામમાં સગીરાની હત્યા નિપજાવાતા ગામમાં અજંપાભરી શાંતિનો માહોલ છવાયો છે. અશ્રુભીની આંખે ગામના લોકો સગીરાની અંતિમયાત્રામાં જોડાયા હતા. કોઈ અનિચ્છિનીય બનાવ ન બને તે માટે અંતિમયાત્રા સમયે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાલ આખા ગામમાં તમામ રસ્તાઓ અને ચોકમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ. આખરે આ સગીરાની હત્યા કઈ રીતે થઇ. ભાવનગરના સિહોર તાલુકાના વરલ ગામમાં ખાનગી કંપનીનો મોબાઈલ ટાવર ઊભો કરવામાં આવ્યો હતો. જેની લીઝના પૈસા મામલે ગામના પૂર્વ સરપંચ લશ્કરભાઈ અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો.

આ બનાગમાં આરોપીએ જ્યારે લશ્કરભાઈ પર હુમલો કરી રહ્યા હતા ત્યારે જ નજીકમાં રહેલી તેની ભત્રીજી રાધિકા બારૈયા કાકાને બચાવવા માટે વચ્ચે પડી હતી. જેથી આરોપીઓએ છરીનો ઘા રાધિકાને મારી દેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આજે મૃતકની અંતિમયાત્રા યોજવામાં આવી હતી. બનાવના પગલે ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભાવનગર એસપી પણ ખુદ વરલ ગામ પહોંચ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી. હત્યાના વિરોધમાં ગામલોકોએ આજે ગામ સજ્જડ બંધ રાખ્યું હતું અને મૃતકની અંતિમયાત્રામાં જોડાયું હતું.

ભાવનગર પોલીસે આ મામલામાં આરીફ અલારખા પાયક, અશરફ ઉર્ફે સૂસો જુસબ પાયક, અરમાન હારુન પાયક, ઈરબાન બાબુ પાયક,અમીન અહમદ પાયક અને આદિલ યુનુસ પાયક નામના આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!