અમદાવાદ ના યુવકે એનિવર્સરી ના દિવસે જ જીવન ટુકાવી લીધું ! આપઘાત કરતા પહેલા વિડીઓ મા કીધુ કે ” તમારી પત્ની કોઈ સાથે સંબંધ રાખે તો
લગ્ન સંબંધમાં જ્યારે કોઈ ત્રીજું વ્યક્તિ વચ્ચે આવે છે, ત્યારે જીવન બરબાદ થઇ જાય છે. હાલમાં જ આવો એક બનાવ સામે આવ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, અમદાવાદના વટવામાં રહેતા 40 વર્ષીય યુવાને તેની પત્ની પ્રેમી સાથે નાસી જતાં વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે યુવકને પોલીસ તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ ન સાંપડતાં કંટાળીને ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
વટવા વિસ્તારમાં આવેલી વલ્લભપાર્ક સોસાયટીમાં રહેતા મુકેશ કનુભાઈ પ્રિયદર્શી ના લગ્ન ઉર્મિલાબેન સાથે થયા હતા. 18 વર્ષના લગ્નજીવન દરમિયાન અચનાક અન્ય પુરુષ સાથે સંબંધ બંધાતા તેમના પતિ મુકેશભાઈએ ગળેફસોખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. આ બનાવ અંગે મુકેશભાઈના સાળા સચિનભાઈએ જણાવ્યું હતું કે બપોરના સાડાચાર વાગે તેઓ બહેરામપુરામાં તેમના ઘરે હાજર હતા, ત્યારે મુકેશભાઈનો વીડિયો તેમના ફોનમાં આવ્યો હતો.
એ વીડિયો જોતાં તેમાં મુકેશભાઈ મરી જવાની વાતો કરતા હતા, જેથી તેમણે મુકેશભાઈને ત્રણચાર વખત ફોન કર્યો હતો. જોકે તેમણે ફોન ઉપાડયો નહોતો, આથી તેઓ બાઈક લઈને વટવા મુકેશભાઈના ઘરે આવ્યા હતા અને જોયું તો ઘરના હોલમાં મુકેશભાઈ પંખા સાથે નાઈલોનની દોરીથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યા.
આત્મહત્યા કરતા પહેલા મુકેશભાઈએ અલગ અલગ પાંચ વીડિયો બનાવ્યા હતાં, જેમાં તેના અને તેની પત્નીના લગ્નજીવન વિશે તેમજ બાળકોની સાથે વાત કરી હતી. આ ઉપરાંત વટવામાં નોંધાવેલી પોલીસ ફરિયાદ બાદ એક પોલીસકર્મચારીએ તેની સાથે જે રીતે વાત કરી એ અંગે પણ વીડિયો બનાવ્યો હતો.
મૃતકે જણાવેલ કે મારી આત્મહત્યાનો હું મારી વાઇફ ઉર્મિલા પ્રિયદર્શી અને મનીષસિંહ રાજપૂતને જવાબદાર ગણું છું, કેમ કે આ બંનેના અનૈતિક સંબંધોને લીધે હું કંટાળી ગયો છું. તે મારી વાઇફને ભગાડીને લઈ ગયો છે. આ ઘટના અંગે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા છતાં સુરેશસાહેબે પણ હું નીચી જાતિનો હોવાથી મારો સાથ ન આપ્યો અને પાંચ લાખ રૂપિયા ખાધા છે અને મારી વાઇફને મારી સમક્ષ પણ હાજર નથી કરી કે તેને હું સમજાવી શકું. મારા બે દીકરાને લીધે અત્યારસુધી હું કંઈ ન કરી શક્યો. હું મારી વાઈફને બહુ પ્રેમ કરું છું, ભલે તે મને કરતી નથી.
હું ધારું તો મનીષસિંહ રાજપૂતને મારી શકું છું, પણ હું એવું કરવા માગતો નથી. મારા બે દીકરાની સામે જોઈને જીવવાનો પ્રયત્ન કર્યો કે હું જીવું, પરંતુ મારાથી તેનાથી જુદા રહેવાની વેદના સહન થતી નથી. હું મારી વાઇફને બહુ પ્રેમ કરું છું. લોકો ગમે તે કહે, હું તેના વગર નથી રહી શકતો. તેના વગર જીવન મારા માટે નકામું છે. એ બંનેના અનૈતિક સંબંધોને લીધે હું મારો દેહ ત્યાગું છું.
’
બંધારણમાં અને કાયદામાં એવું ક્યાં લખેલું છે કે સ્ત્રી ગમે તેટલા પુરુષો સાથે સંબંધ રાખી શકે… સુરેશ સાહેબ મને એવું કહે છે કે એ તેની મરજીથી ગઈ છે, તેની મરજી ક્યાંથી હોય. પત્ની, પતિ હોય છતાં બીજા સાથે ગેરસંબંધ રાખી ન શકે, એ રીતે સુરેશસાહેબને કહો કે તેમની પત્ની પણ આ રીતે કોઈની સાથે ગેરસબંધ રાખે તો ચલાવી લેજે ભાઈ. દરેકની સ્ત્રીઓ આવું કરશે તો એ પુરુષોનું અને તેમના દીકરાઓનું શું થશે? હાલમાં આ બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.