પતિ પત્ની બન્ને એ વ્યાજખોરો ના ત્રાસ થી આપઘાત કરી લીધો ! મિત્ર એ પણ રુપીયા બાબતે એવો …
આપણે અવારનવાર જાણીએ છે કે, ગુજરાતમાં વ્યાજખોરોના લીધે અનેક નિર્દોષ વ્યક્તિઓ પોતાનો જીવ ત્યજી દે છે. ખરેખર મોટાભાગના લોકો વ્યાજે પૈસાલીધા બાદ આત્મહત્યા કરે છે. ત્યારે આજે અમે આપને એક એવી જ ઘટના અંગે જણાવીશું. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા વેપારીએ મોતને વ્હાલું કર્યું. કોરોનાકાળે લોકોનાં સ્વજનો જ નહીં પરંતુ વ્યવસાય ને નોકરી પણ છીનવી લીધી. આ વેપારી કોરોના દરમિયાન 4 ટકા વ્યાજે 10 લાખ રૂપિયા લીધા હતા જે રૂપિયા ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરો તેને સતત પરેશાન કરતા હતા.
આ જ ઘટનાનાં કારણે પહેલા જ વેપારીની પત્નીએ જીવન ટૂંકાવ્યું અમે હવે વેપારીએ મોતને વ્હાલું કરતા તેમના એક એક પુત્રએ માતા પિતાની છત્રછાયા ગુમાવી.આ સમગ્ર બનાવવા અંગે પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઘટના અંગે વધુ જાણીએ તો દ નિકુંજ પંચાલ શિવ શક્તી મિનરલ વોટર નામની ડિસ્ટ્રીબ્યુટરશીપ ધરાવી મિનરલ વોટરનો વેપાર ધંધો કરતા હતા. ખાસ વાત એ કે નિકુંજના પહેલા લગ્ન 2009માં અંકીતા સતિષભાઇ પટેલ સાથે થયા હતા. આ લગ્ન જીવનથી નિકુંજને એક પુત્ર છે. ત્યારબાદ 2016માં નિકુંજ અને અંકીતાના છૂટાછેડા થયા જેથી નિકુંજે શ્વેતા પંચાલ સાથે બીજા લગ્ન કર્યા હતા અને નિકુંજ તેમની માતા પત્ની અને દીકરા સાથે રહેતો હતો.
આજથી આશરે પાંચેક વર્ષ પહેલા નિકુંજને તેના મિત્ર અનુપ પ્રહલાદભાઇ પટેલ પાસેથી ધંધાના 15 લાખ રૂપિયા લેવાના નીકળતા હતા.તેમ છતા અનુપ પટેલ નિકુંજને રૂપિયા પરત આપતો ન હતો. કોરોનાના કારણે ધંધો પણ મંદો પડી ગયો હોય ઘર ખર્ચ અને ધંધા માટે નિકુંજે ન્યુ રાણીપ ખાતે રહેતા રાકેશ વિનોદભાઇ નાયક પાસેથી રૂપિયા 10 લાખ 4 ટકાના વ્યાજે લીધા હતા. તે પેટે કોરા ચેક અને પ્રોમિસરી નોટ અને કરાર આપ્યો હતો.
આખરે સમય મળતા 10 લાખ વ્યાજ સહીત ચુકવી દીધા હતા, તેમ છતા રાકેશ નિકુંજ પાસે વ્યાજનું વ્યાજ ચુકવવા માટે અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરતો હતો. આ સાથે પ્રોમિસરી નોટ અને ચેક પરત નહી આપી મન ફાવે તેવી રકમ ચેકમાં ભરી ચેક વટાવી ચેક બાઉન્સ થયેથી 138 મુજબના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતો હતો. અવારનવાર ઘરે આવી નિકુંજની પત્ની શ્વેતા પાસે પણ રૂપિયાની ઉઘરાણી કરી હેરાન પરેશાન કરતો હતો.
અનુપ પટેલ આપણને રૂપિયા 15 લાખ આપી દે તો આપણે તેમાંથી રૂપિયા 8 લાખ રાકેશ નાયકને વ્યાજના વ્યાજ પેટે આપી દઇ આ વ્યાજની ઝંઝાળ અને પઠાણી ઉઘરાણીમાંથી મુકત થઇ જઇએ તેમ કહેતો હતો, પરંતુ અવારનવાર અનુપ પટેલ પાસે ઉઘરાણી કરવા છતા તે રૂપિયા 15 લાખ આપતો ન હોય અને બીજી બાજુ આ રાકેશ નાયક અને તેનો ભાગીદાર દેવાંગ સથવારા પઠાણી ઉઘરાણી બંને હેરાન પરેશાન કરતો હતો.
દેવાથી કંટાળી જઇ નિકુંદની પત્ની શ્વેતાએ ગત 2 જૂન રોજ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આજથી થોડા દિવસ પહેલા રાકેશ નાયકના ધંધાના ભાગીદાર દેવાંગભાઇ સથવારાએ સોસાયટીની બહાર ઉભા રહીને નિકુંજને 8 લાખ રૂપિયા રાકેશ નાયકને આપી દેવા કહેલ નહિ તો તારા છોકરાને નુકસાન પહોંચાડી શકે છે, તેમ ધમકી આપી હતી. જેથી નિકુંજે ઘરે આવી માતાને જાણ કરી હતી. જેથી આ ઉધરાણીના ત્રાસથી કંટાળી જઇ નિકુંજે ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. હાલમાં પોલીસે અનુપ, રાકેશ અને દેવાંગ સામે ફરિયાદ નોંધવતા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.