ડાંગ : નાની વયમાં યુવાનને એવું કમોતે મોત મળ્યું કે જાણીને તમારી આંખમાંથી આંસુઓ સરી પડશે..વીજળી પડતા

એક તરફ વાતાવરણ એવું બદલાઇ રહ્યું છે કે જાણે કુદરત આપણી સાથે કઇ રમત રમવા માંગે એ વાત સમજાતી નથી. હાલમાં જ એક ખૂબ જ દુખ દાયી ઘટના બની છે, આ બનાવ અંગે જાણીને તમને પણ આંચકો લાગશે. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો હાલમાં જ ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઇ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે વીજળી પડતા એક યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જ્યારે અન્ય એક વીજળી પડતા દાઝી જતાં તાત્કાલિક સારવાર અર્થે આહવા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેની હાલત સ્થિર હોવાનુ જાણવા મળ્યું હતું. જોકે એક યુવાનના મૃત્યુથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

બનાવ ત્યારે બન્યો હતો જ્યારે બે યુવાન સુનિલ માવજીભાઈ વાળવી બાઇક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમના પર વીજળી પડતા સુનિલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે અન્ય એકને ગંભીર ઇજા થતા તેને તાત્કાલિક આહવાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવમાં આવ્યો હતો.

જોકે, વીજળી પડવાથી મૃત્યુ પામેલા બેહડુંનના સુનિલ વળવીના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ડાંગ જિલ્લામાં સતત પાંચ દિવસ સુધી વીજળીના કડાકા ભડાકા તેમજ પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *