ગુજરાતી ગાયિકની શંકાસ્પદ હાલતમાં કારમાંથી મળી લાશ, મોતને આગલે દિવસે તેના પતિએ…..
બોલીવુડના અનેક કલાકારની રહસ્યમય અને શંકાસ્પદ સંજોગમાં મોત થયેલની ઘટનાઓ બની છે. હાલમાં જ આવી ઘટના ગુજરાતમાં પણ બની છે અને સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગુજરાતની લોકપ્રિય ગાયિકાની પારડીની પાર નદી નજીક કારમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે. આ ઘટનાને લઈને હત્યાની આશંકા છે. ચાલો આ ઘટના અંગે વધુ જાણીએ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાર નદી કિનારે એક કારમાં વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. આ અજાણી કારને ઉભેલી જોઈને ઘટનાની જાણ પારડી પોલીસને કરી હતી. જેથી ઘટના સ્થળે જઈને ચેક કરતા કારમાંથી શંકાસ્પદ હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી.
પારડી પોલીસે ચેક કરતા વલસાડની ગાયિકા વૈશાલી બલસારા હોવાનું જાણવા મળ્યું હતું. વૈશાળીના પતિએ ગત રોજ વૌશાલી ઘરેથી ગુમ થઈ હોવાની નોંધ કરાવી હતી. પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.
કારની પાછળની સીટના ફૂટરેક પાસેથી લાશ મળી હતી. પારડી પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની શંકાસ્પદ હત્યા કરેલી હાલતમાં લાશ મળી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે લાશનો કબ્જો મેળવી FSLની ટીમની મદદ મેળવી હતી. ઘટના અંગે વલસાડ LCBની ટીમને જાણ થતાં વલસાડ LCBની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ દુઃખદ ઘટનાને કારણે પરિવારમાં અને ચાહકવર્ગમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે.