પતિ-પત્નીના ઝઘડામાં પાડોશીનો ભોગ લેવાયો! એવું કમકમાટીભર્યું મોત આપ્યું કે ઘટના જાણીને રૂંવાટા ઊભા થઈ જશે…
મોત ક્યારે અને કઈ જગ્યાએ ક્યાં કારણોસર આવી જાય એ કોઈ નથી જાણતું. હાલમાં જ પતિ પત્નીના ઝઘડા વચ્ચે એક નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ દંપતીનો પાડોશી હતો. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે આખરે આ ઘટના પાછળનું સત્ય શું છે? સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભવાડા ખાતે રહેતા એક દંપતી અંદરો અંદર ઝઘડો કરી રહ્યા હતા.
આ જ દરમિયાન રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા પાડોશીને જોઈને ઉશ્કેરાયેલા ઇસમે પત્ની સાથે ઝઘડો કરવાનું છોડી પાડોશીના માથાના ભાગે પથ્થરના ઘા મારી મોત કમકમાટી ભર્યું મોત નિપજવ્યું હતું. ઘટના અંગે ધરમપુર પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે જિલ્લાભરની પોલીસ દોડતી થઈ ગઈ હતી.
મૃતક સતિષ જશુભાઇ ગાયકવાડ ગામનાજ પડોસી એવા કુરકુટિયા પરિવારના ઘર નજીકથી પસાર થઈ રહ્યા હતા. એ વખતે જ પડોશી આરોપી શાંતિ કુરકુટીયા અને તેની પત્ની અંદર અંદર કોઈક વાતને લઈને ઝઘડો કરી રહ્યા હતા. આરોપી શાંતિ કુરકુટીયા અચાનક સતિષભાઈ ગાયકવાડની જોઈને પત્ની સાથે ઝઘડો કરવાનું છોડીને સતીષ ગાયકવાડને પકડી બાજુમાં પડેલા પથ્થર વડે સતીષ ગાયકવાડના માથાના ભાગે પથ્થરના ઘા મારી સતીષ ગાયકવાડની હત્યા કરી ભાગી ગયો હતો.
ઘટનાની જાણ આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોને થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી ગામના સરપંચ અને અગ્રણીઓને ઘટનાની જાણ કરી હતી. સ્થાનિક લોકોએ બનાવ અંગે ધરમપુર પોલીસને જાણ કરી. વાયુ વેગે ધરમપુર પંથકમાં ફેલાઈ ગઈ હતી. બનાવને લઈને ધરમપુર તાલુકામાં ચકચાર મચી ગઈ હતી. ઘટના ની જાણ થતા જ ધરમપુર સહિત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.
બનાવનાર સમયે એ પણ આરોપીનો પરિવારજનો સાથે ઝઘડો થયો હતો આથી આરોપી આવેશમાં આવી ગયો હોવાથી પરિવારજનો ઘર છોડી અને દૂર જતા રહ્યા હતા. પરંતુ મૃતક આરોપીના ઘર નજીકથી પસાર થતા જ તેને આવેશમાં આવી અને પથ્થર મારી અને પડોશીની હત્યા નિપજાવી હતી. ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા આરોપીને દબોચી સળિયા પાછળ ધકેલી દીધો છે. અને તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.