સાસરીયા વાળા એ જ પુત્રવધુ ને મોતને ઘાટ ઉતારી દીધી ! કારણ માત્ર એટલું હતુ કે “દીકરા ને જન્મ ન..
ઉત્તર પ્રદેશમાં એક હ્દય કંપાવી દેનાર ઘટના બની છે. આપણે જાણીએ છે કે, મોટાભાગના સાસરિયામાં વધુને શારીરિક અને માનસિક ત્રાસ દહેજનાં લીધે આપવામાં આવતો હોય છે પરંતુ ઉત્તર પ્રદેશમાં એક એવી ઘટના બની કે, પરિવારે પુત્ર વધુએ દીકરાને જન્મ આપી શકતી ન હોવાથી તેને મોતને ઘાટ ઉતારી દીધી. આ ઘટના વિશે વિગતવાર માહિતી જાણીએ કે, આ આખરે કઈ રીતે પરિવારનાં લોકોએ આ મહિલાને મોતને ઘાટ ઉતારી.
મૃતક મહિલાના માતા પિતાનું કહેવું છે કે, તેમની દીકરીએ બે દીકરીને જન્મ આપ્યો છે અને આજ કારણે તેને મારી નાખવામાં આવી છે અને હત્યાનો આત્મહત્યા સાબિત કરવા તેને લટકાવી દેવામાં આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,બારાબંકી પોલીસે તેના પતિ અમિત સિંહ ઉર્ફે વિકી, સાળા વિકાસ સિંહ, સસરા રાજેશ સિંહ, સાસુ અને કાકા રાકેશ સિંહ અને હત્યા સહિત અન્ય કલમો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ સાથે પોલીસ મહિલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરી રહી છે.
મળતી માહિતી મુજબ મૃતક મહિલાનો પતિ પણ ગામનો પ્રમુખ છે. પોતાની પત્નીને કુખેથી દીકરાનો જન્મ ન થતા બહેરમીથી તેની હત્યા કરી નાખી. હત્યા પહેલા તેને ત્રાસ આપવામાં આવતો અને તેને પોતાના પિયર જવાની મનાઈ કરવામાં આવી હતી અને મૃતક મહિલાના પિતાના અવસાનમાં અને ભાઈના લગ્નમાં પણ નહોતી જવા દીધી.પરિવારજનોનો આરોપ છે કે તેમની પુત્રી તેમની સાથે ફોન પર વાતચિત કરે તો પણ મારતો હતો.
પરિવારે હત્યા બાબતે કહ્યું કે, દીકરીના શરીર પર ગંભીર ઈજાના નિશાન છે. જે સાબિત કરે છે કે પહેલા તેને ખૂબ માર મારવામાં આવ્યો અને પછી તેની હત્યા કરવામાં આવી. હાલ પોલીસે મૃતક મહિલાના સાસરિયા પક્ષના પાંચ લોકો સામે હત્યા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ સાથે પોલીસ મહિલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવાની વાત કરી રહી છે.