અમદાવાદ : અકસ્માત બાદ બ્રેઈનડેડ જાહેર કરાયેલા દર્દીના નુ અંગદાન કરાયું ત્રણ લોકો ને નવુ જીવન મળશે
કહેવાય છે ને કે, અંગદાન એ મહાદાન છે.જીવનમાં માનવતા રૂપી ધર્મ ખાતર અનેક જીવોનું કલ્યાણ કરવું એજ આપણો ધર્મ છે. આજે આપણે અમદાવાદ શહેરની વાત કરીશું જ્યાં એક અંગ દાનનો શ્રેષ્ઠ કિસ્સો બન્યો છે. અત્યાર સુધી આપણે સુરતમાં અંગ દાન વિશે સાંભળ્યું છે.
હાલમાં ગાંધીનગરનો નોંધાયો છે. આ બનાવમાં જંગલસિંહ પારધી નામની યુવાન વ્યક્તિ માર્ગ અકસ્માતના કારણે ઇજાગ્રસ્ત થયા હતા અને 21 ઓક્ટોબરે તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. અંગદાન માટે તેમના પરિવારે સંમતિ આપતા કિડની અને લિવરનું દાન મેળવવામાં આવ્યું હતું, જેનાથી જુદા જુદા 3 લોકોને નવજીવન પ્રાપ્ત થયું હતું.
બ્રેઇન ડેડ એટલે કે,જ્યારે મગજને ગંભીર ઈજા પહોંચે ત્યારે તે ફુલવા લાગે છે અને તેમાં રક્તનું પરિભ્રમણ અટકી જાય છે મગજમાં રક્તનું પરિભ્રમણ અટકી જવાથી તેના તમામ કાર્યો બંધ પડી જાય છે. આ સમયે દર્દીના શ્વાસની પ્રક્રિયા તથા હૃદયના ધબકારા પણ એકદમ ઓછા થઈ જાય છે. આવા દર્દીને કુત્રિમ રીતે શ્વાસ આપવા માટે વેન્ટિલેટર પર મૂકવામાં આવે છે વેન્ટિલેટરની મદદથી શ્વાસ ચાલે ત્યારે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે અને હૃદય પણ કાર્ય કરે છે.
આ પરિસ્થિતિ ફક્ત થોડા કલાક કે એક બે દિવસ સુધી દર્દીને બચાવવાના ડોક્ટરો દ્વારા કરવામાં આવતા પ્રયત્નો છે સમયાંતરે દર્દીના મગજની કાર્યોની ચકાસણી કરવામાં આવે છે જો મગજ જરા પણ કાર્ય રીત ના થાય તો તેવા દર્દીને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવે છે.ખરેખર અંગદાન એ મહાદાન છે જો આપણા થકી કોઈનો જીવ બચતો હોય તો તેનાથી વિશેષ બીજું શું હોય શકે?