Gujarat

પાટણમાં રખડતા ઢોર એ ફરી એક નો જીવ લીધો! 18 વર્ષના છોકરાનું ઘટના સ્થળે જ મુત્યુ થયું…

આપણે અવારનવાર ન્યૂઝ અને મીડિયા દ્વારા જાણીએ છે કે, રખડતા પશુઓના લીધે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે, ત્યારે હાલમાં જ રખડતા પશુઓના લીધે એક છોકરા એ પોતાનો જીવ ગુમાવ્યો. થોડા સમય પહેલા જ વૃદ્ધ દંપતી એ પોતાનો જીવ ગુમાવેલ છે. ચાલો ત્યારે હાલમાં જ બનેલ આ ઘટના વિશે વધુ વિસ્તુત માહિતી જાણીએ કે, કંઈ રીતે છોકરાએ પોતાનો જીવ ગુમાવ્યો.

હજુ તો હાલમાં જ રાજકોટ શહેરમાં રખડતા પશુઓના લીધે વૃદ્ધ પોતાનો જીવ ગુમાવેલ હતો, ત્યારે આ ઘટનાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રખડતા ઢોરને લઇને કાયદો બનાવવા તજવીજ હાથ ધરવામાં હતી. આ કાયદાના અમલીકરણને લઇને માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. આ ઘટનાઓની વચ્ચે પાટણના રાધનપુરમાં રખડતા પશુઓએ આતંક મચાવતા એકનું મોત નીપજ્યુ હોવાનું સામે આવ્યું છે.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, 18વર્ષીય યુવકને આખલાએ અડફેટે લીધા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ. આ મીરા દરવાજા વિસ્તારમાં આ ઘટના બની.  ઘટનાને લઇને પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. બીજી તરફ રખડતા ઢોરો મામલે કોઇ કડક કામગીરી ન કરાતા લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.

રખડતા ઢોરોને કારણે જે નિર્દોષો મોતને ભેટે છે તેનું કોઇ યોગ્ય નિરાકરણ લાવવુ જરુરી  થઇ પડે છે. રખડતા ઢોરના કારણે અનેક શહેરોમાં ગંભીર અક્સ્તમાત બને છે, જેનાં કારણે નિર્દોષ વ્યક્તિઓ એ પોતાના જીવ ગુમાવવા પડે છે. આ જ કારણે સરાકરે કાયદો લાગુ કરેલ પરતું માલધારી સમાજે વિરોધ કરેલ અને પોતાની માંગ ઉઠાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!