નદીમાં ડૂબી જતાં વિકલાંગ યુવકનો મૃતદેહ સાયકલમાં લઇ જવામાં આવ્યો, આ દ્રશ્ય જોઇ ગામ આખું ચોંકી ગયું કારણ કે…
ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે, જે ખૂબ જ ચોંકાવનારી હોય છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, વડિયામાં નદીના પાણીમાં ડુબેલા વિકલાંગ યુવકનો મૃતદેહ સાયકલ પર લઈ જવો પડ્યો. ખરેખર આ ઘટના ખૂબ જ શરમજનક કહેવાય કે, તંત્ર દ્વારા કોઈ પગલું ન લેવામાં આવ્યું. આ કોઈ સામાન્ય વાત નથી. આવું શા માટે બન્યું તેનાં વિશે સંપૂર્ણ માહિતી જાણીએ.
હાલમાં જ દિવ્યભાસ્કરનાં અહેવાલ મુજબ જાણવા મળ્યું હતું કે, વડીયામાં ગઈકાલે સુરવો નદીના પાણીમાં ડુબી જતા એક વિકલાંગ યુવકનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે મામલતદાર અને પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. ત્યારબાદ લોકોએ યુવકની લાશ પાણીમાંથી બહાર કાઢ્યા બાદ તેને હોસ્પિટલે પહોંચાડવા શબવાહીની કે એમ્બ્યુલન્સની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી આખરે મૃતદેહ ને જે રીતે લઈ જવામાં આવ્યો એ ઘટના પહેલીવાર બની.
વાત જાણે એમ છે કે, વ્યવસ્થા ન હોવા લીધે થ્રીવ્હીલ સાયકલ પર આ મૃતદેહને ઘરે પહોંચાડવામાં આવ્યો. આ દ્રશ્ય જોઈને સમગ્ર રાજ્યના તંત્રનું માથુ શરમથી ઝુકી જાય તેવી ઘટના અંગે વડીયાના તંત્રએ કોઈ શરમ અનુભવી ન હતી. આ ઘટના જો કોઈ અન્ય શ્રીમંત કે પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે બની હોત તો તંત્ર ખડેપગે હાજર થઈ ગયું હોત. પરંતુ કોઈ ગરીબ કે સામાન્ય માનવીની જીંદગીની જાણે કોઈ જ કીંમત જ નથી.
એક વિકલાંગ વ્યક્તિનું અહી સુરવો નદીમાં ડુબી જવાથી મોત થયું હતું. ઘટના સ્થળ નજીક વિકલાંગ વ્યક્તિની સાયકલ પણ મળી હતી. બનાવની જાણ થતા લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું. સ્થાનિક મામલતદાર અને પોલીસ સ્ટાફ પણ દોડી આવ્યો હતો. અહી તરવૈયાઓએ મહા મુસીબતે મૃતક યુવકની લાશ પાણીમાંથી બહાર કાઢી હતી.હેરની બજારમાં એક સાયકલ પર મૃતદેહને ખેચી લઈ જવાતો જોઈ લોકોએ પણ તંત્રની લાપરવાહી પર ફીટકાર વરસાવ્યો હતો.