India

બહેનનુ મોત થતા ભાઈ એ પણ તેની સળગતી ચિતા પર કુદી જીવ આપી દીધો ! આવુ કરવા પાછળ નુ કારણ…

મધ્યપ્રદેશમાં એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મધ્યપ્રદેશના સાગર નજીક મઝગુવાં ગામ આવેલું છે અને તે ગામમાં એક યુવકે પોતાની જ પિતરાઈ બહેન ને ચિતા ઉપર સૂઈ જઈને પોતાનો જીવ આપી દીધો હતો. સમગ્ર ઘટના બની તેમાં તેની બહેન જેનું કુવામાં પડી જવાથી મૃત્યુ થઈ ગયું હતું અને જ્યારે તેના ભાઈને આ વાતની જાણ થઈ ત્યારે તેને 430 કિલોમીટર દૂર ધાર ગામ માંથી અહીં આવી ગયો હતો. આમ તે ડાયરેક્ટ સીધો તેની બહેનને સ્મશાન લઈ જવાથી ત્યાં જ ગયો હતો અને તે સળગતી ચિતાને સૌપ્રથમ પગે લાગ્યો હતો અને ત્યારબાદ તેના ઉપર જઈને સૂઈ ગયો હતો. તે ચિતા ઉપર સુઈ જવાના કારણે વધુ પડતો જ દાઝી ગયો હતો તેથી તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં તેનું મૃત્યુ થઈ ગયું હતું.

મધ્યપ્રદેશના સાગર ગામ થી 20 કિલોમીટર દૂર આ ગામ આવેલ છે. જ્યારે બહેનનું મૃત્યુ થયું ત્યારે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા તે જ વખતે તેનો ભાઇ પણ તેની ઉપર જ સુઇ જતા તે પણ ખૂબ ખરાબ રીતે દાઝી ગયો હતો અને તેનું પણ મૃત્યુ થઈ ગયું હતું માત્ર 36 કલાક પછી જ પરિવારજનોએ કરણના પણ અંતિમ સંસ્કાર કર્યા હતા.

જાણો સમગ્ર ઘટના કઇ રીતે બની હતી આમાં જ્યોતિ નામની કરણની બહેન જેનું બીજું નામ પ્રીતિ પણ હતું તે ગુરુવારે સાંજે 6 વાગ્યાની આસપાસ ખેતરે ગઈ હતી અને ત્રણ કલાક થયા તેમ છતાં પણ તે પોતાના ઘરે પાછી ન આવતા તેના મોટા ભાઈએ જણાવ્યું હતું કે તે ખેતરમાં શાક લેવા માટે ગઈ હતી. અને તેમના ભાઈએ કહ્યું કે તે પહેલા પણ ઘણી બધી વખત ખેતરમાં શાક લેવા ગઇ છે પરંતુ તે આ વખતે મોડી સાંજ થઈ ગઈ તેમ છતાં પણ ઘરે ન આવતા તેમને ચિંતા થઈ હતી, અને તે લોકોને એવું લાગ્યું હતું કે તે કદાચ તેની બહેનપણીના ઘરે ગઈ હશે. આમ રાતના 12 વાગ્યાં ત્યાં સુધી તે ઘરે ન આવતાં જ અમે લોકોએ શોધખોળ શરૂ કરી હતી, પરંતુ જ્યોતિ અમને ગામમાં કોઇપણ જગ્યાએ મળી ન હતી.

આ સમગ્ર ઘટનાની જાણ ગામમાં થઈ ગઈ હતી આમ તેના પિતા ખેતરમાં તપાસ કરવા માટે ગયા હતા અને તેના પિતાને લાગ્યું કે કદાચ જ્યોતિ કુવામાં પડી ગઈ હશે, તેથી તેમને હોવાને કારણે કુંવાનું પાણી અડધું બહાર કાઢ્યું હતું આમ તેઓને જ્યોતિ કુવામાં પડેલી દેખાઈ હતી આમ તેના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. આમ તેને ધારમાં રહેતા તેના ભાઈને જાણ થતા જ તે બાઈક લઈને અહીં આવવા માટે નીકળી ગયો હતો.

સમગ્ર ઘટના બની ત્યારે બહેરીયા પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ થઇ ગયા બાદ તેનો મૃતદેહ તે લોકોને આપી દેવામાં આવશે. આમ પરિવારજનોએ સ્મશાનમાં તેના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે લઈ ગયા હતા, અને જ્યારે તેઓ અંતિમ સંસ્કાર કરી ને 6 વાગ્યાં જેવુ પાછા આવ્યા ત્યાં સુધીમાં કરણ ત્યાં આવ્યો ન હતો, રાત્રે 11 વાગ્યે અમુક લોકોએ કહ્યું કે જો તેની ચિંતા પાસે તેનો ભાઈ આગમાં પડેલો દેખાયો છે.

જ્યારે ગામના લોકોને જાણ થઈ કે કરણ ત્યાં દાઝી ગયો છે તેથી તેની સમગ્ર માહિતી તેના પિતા ઉદયસિંહ ને આપવામાં આવી હતી, અને ત્યારે તેમણે કહ્યું હતું કે કરણને જેવા જ્યોતિના સમાચાર મળ્યા હતા તેવો જ તે ત્યાંથી બાઇક લઇને નીકળી ગયો હતો અને તે ત્યાં તેની ચિંતા ઉપર તેને જોઈને જ એની ઉપર સૂઈ ગયો હશે, આ બધા ગામના લોકોએ અગિયાર વાગ્યાની આસપાસ જોયો હતો આમ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

શનિવારે બપોર પછી જ્યારે કરણનું મૃત્યુ થયું ત્યારે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો અને સાંજે પોલીસે તેના મૃતદેહને પરિવારજનોને આપ્યો હતો. પરંતુ ત્યાં સુધી તેના માતાપિતા આવ્યા ન હોવાથી તેના મૃતદેહને એક દિવસ રહેવા દેવામાં આવ્યો હતો. ત્યારબાદ રવિવારે જ્યારે તેના માતા-પિતા પહોંચ્યા ત્યારે જ્યોતિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને તેની બાજુમાં જ કરણના પણ અંતિમ સંસ્કાર કર્યા હતા.

અહીંના પોલીસ ઇન્સ્પેક્ટર દિવ્ય પ્રકાશ ત્રિપાઠીએ કહ્યું હતું કે 21 વર્ષની જ્યોતિ જ્યારે કૂવામાં પાણી ભરવા ગઈ હતી તે સમયે લપસવાથી જ તેનું મોત થયું હશે, ત્યારબાદ તેનો પિતરાઇ ભાઇ કરણ પર ત્યાં પહોંચી ગયો હતો અને તેની સળગતી ચિતા ઉપર સૂઈ ગયો એમ તેનું પણ દાઝી જવાના કારણે મૃત્યુ થઈ ગયું છે. આમ પોલીસ બંનેના મૃત્યુ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!