વિદેશ મા વધુ એક ગુજરાતી યુવાન હત્યા ! મુળ ભરૂચ ના ભાઈઓ પર ધડાધડ ફાયરિંગ કરી હત્યા કરી …
ખરેખર દિવસે ને દિવસે અનેક ગુજરાતીઓ વિદેશમાં મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે તેમજ અનેક ગુજરાતીઓની હત્યાના બનાવ સામે આવે છે, ત્યારે હાલમાં જ વિદેશમાં વધુ એક ગુજરાતી યુવાન હત્યા ! મુળ ભરૂચ ના ભાઈઓ પર ધડાધડ ફાયરિંગ કરી હત્યા કરી છે, આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, દક્ષિણ આફ્રિકામાં ભરૂચ જિલ્લાના બે સાગા ભાઈઓ ઉપર દક્ષિણ આફ્રિકાના ઝામ્બિયામાં ફાયરિંગની ઘટના સામે આવી છે.
આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, આ ગોળીબારમાં બે પૈકી એક યુવાનનું મોત થયું છે, તેમજ આ હુમલાનો ભોગ બનેલા બે ભાઈઓ ભરૂચના ટંકારીયા ગામના હોવાયું છે. આ ઘટના અંગે વધુ વિગતો જાણીએ તોઆફ્રિકાના ઝામ્બિયાની રાજધાની લુસાકાથી 130 કિમીના અંતરે આવેલા કાબવે ટાઉનમાં ભરૂચના ટંકારીયા ગામના બે ભાઈઓ ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા અને અજમદ ઈબ્રાહીમ કરકરિયા રોજગારઅર્થે જઈને વસ્યા છે, ગ્રોસરી શોપ ચલાવતા બે યુવાનો રાતે ઘરે સુતા હતા, ત્યારે નીગ્રો લૂંટારુઓ તેમના ઘરમાં ઘૂસ્યા હતા.
રાત્રે 3થી 4 ના અરસામાં લૂંટારુઓની હલચલન કારણે ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા જાગી જતા તે તપાસ માટે ઉઠ્યો હતો. અચાનક લૂંટારુઓની સામે આવી જતા ગભરાયેલા લૂંટારુએ સીધું ફાયરિંગ કરી દીધું હતું. ઇમરાન ઈબ્રાહીમ કરકરિયાની અંતિમવિધિ કાબવેમાં જ કરવામાં આવશે. તો આ ઘટનાથી ભરૂચના ટંકારીયા ગામે કરકરિયા નિવૃત્ત એસટી કર્મચારી પિતા ઈબ્રાહીમ કરકરિયા અને તેમનો પરિવાર શોકમગ્ન બન્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
આ ઘટના સામાન્ય ન કહેવાય કારણ કે, અત્યાર સુધી આવી ઘટનાઓ અનેક વાર બની છે, ત્યારે ખરેખર આ ઘટનાને મામલે યોગ્ય નિવારણ આવવું જરૂરી છે. આ બંને ભાઈઓમાં એક ભાઈનું તો મોત નીપજ્યું છે, ત્યારે પ્રાર્થના કરીએ કે એક ભાઈએ નો જીવ બચી જાય અને તે જલ્દી સ્વસ્થ થઈ જાય. હાલમાં પરિવારે એક દીકરો તો ગુમાવી દીધો છે, ત્યારે હવે બીજા પુત્ર ને ભગવાન નવું જીવનદાન આપે એ આશા એ બેઠું છે.