India

જાન માંડવે પહોંચે એ પહેલાં વરરાજાની અર્થી નીકળી! ડીજેના તાલે ડાન્સ કરતા કમકમાટી ભર્યું મોત થયું! અચાનક આવેલ વાહનએ ટક્કર મારતા જ…

રાજસ્થાનના ઉદયપુરમાંદુઃખદાયક ઘટના બની. જે ઘરમાં લગ્નનો માહોલ હતો એજ ઘરમાં પળભરમાં તો મોતના માતમ છવાઈ ગયા. કહેવાય છેને કે, જીવનમાં મુત્યુ ક્યારે દ્વારે આવીને ઊભા રહી જાય કોઈ નથી જાણતું. આ ઘટના અંગે વધુ જાણીએ તો હાલમાં જ થોડા સમય પહેલા જ ગુજરાતમાં પણ આવી જ ઘટના સામે આવી હતી, જેમાં વરરાજા ડીજેના તાલે નાચતો હતો અને હાર્ટ એટેક આવવાથી નિધન થઈ ગયેલું.

આવી જ ઘટના ઉદયપુરમાં બની છે.  જે યુવકના લગ્ન હતા તેનું પરિવારજનોની સામે જ મુત્યુ થઈ ગયું. એક તરફ સૌ કોઈ લગ્નની ખુશીઓ મનાવી રહ્યા હતા અને આવો આઘાતજનક બનાવ બનતા સૌ પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા.યુવક બે બહેનોનો એકમાત્ર ભાઈ હતો અને પરિવાર અનેકગણા ઓરમાન સાથે દીકરાની જાન જોડીને નીકળ્યું હતું અને આવી દુઃખ ઘટના ઘટી ગઈ.

આ ઘટના અંગે વધુ વિગતવાર જાણીએ તો25 વર્ષીય વિનોદ મેઘવાલપોતાના મિત્રો સાથે ડીજેનાં તાલે નાચી રહ્યો હતો અને આજ દરમિયાન ટેકર પલટી મારી ગયુ હતું આ કારણે તેમના મિત્રો અને વરરાજા મદદ માટે દોડ્યા અને જ્યારે વરરાજા પણ ડ્રાઈવરને બહાર કાઢી રહ્યો હતો, ત્યારે તેને પાછળ થી એક વાહને ટક્કર મારી દેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી અને આ ઘટનાને પગલે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને સારવાર દરમિયાન જ તેનું મોત થયું.

આ ઘટનાને કારણે પળભરમાં લગ્નનો માહોલ માતમમાં ફેરવાય ગયો. પરિવારજનોને જીવનભરનો અફસોસ રહેશે કે તેમના લાડકવાયો દીકરા સાથે આવી ઘટના બની. જો તે મદદ માટે નાં ગયો હોત તો આવી દુઃખ ઘટના ન બનત પરતું કહેવાય છે ને કે વિધિના લેખ સામે કોઈ મેખ નથી મારી શકતું.મૃતક આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!