પર્સ ખોવાઈ જતા પુરુષએ કરી આત્મહત્યા, પર્સમાં એવી કિંમતી ચીજવસ્તુઓ હતી કે,…..
આત્મહત્યાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક નજીવી બાબતે યુવાને આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટના અંગે વિસ્તુત માહિતી જાણીએ. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,માંડવી તાલુકાના મેરાઉ ગામે અસલ કાગળો સાથેનું પર્સ ખોવાઇ જવાનું મન પર લાગી આવતાં મંગળવારે બપોરે પરણિત યુવકે મતિયા દેવના મંદિરના પ્રાંગણમાં આવેલા ઝાડ પર રસ્સો બાંધી પોતાનું જીવન ટૂંકાવી દીધું.
આ ઘટના અંગે વધારે માહિતી જાણીએ તોમેરાઉ ગામે પીર ફળિયામાં રહેતા મૃતક હેમરાજભાઇ રતનશીભાઇ ખાંભલાનું સોમવારે રાત્રી દરમિયાન જરૂરી કાગળો સાથેનું પાકિટ ઘરની આસપાસ ક્યાંક ખોવાઈ ગયું હતું. તેમાં કોઇ મહત્વના અસલ દસ્તાવેજ હતા, જેના લીધે તે ચિંતિત અને વ્યથિત થઇ ગયેલ.આ એક નાની એવી બાબતમાં તેમને મંગળવારે બપોરે ગામમાં મતિયા દેવના મંદિરના આંગણામાં આવેલા ઝાડ પર રસ્સો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું કે, મોબાઇલમાં વોટ્સએપ સ્ટેટ્સમાં મિસ યુ ઓલ ફ્રેન્ડ્સ એન્ડ માય ફેમિલી સોરી લખી ઘરેથી નીકળી ગયો હતો. ત્યાર બાદ મૃતકના પત્નીએ તેમના દિયરને તપાસ કરવા કહ્યું હતું. જેથી મૃતકના ભાઇએ આસપાસ તપાસ કરી ત્યારે મતિયા દેવના મંદિરના આંગણામાં આવેલા એક ઝાડ પર ભાઇ હેમરાજભાઇને ફાંસો ખાધેલી હાલતમાં જોયા હતા.
આ તમામ ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરેલ અને આખરે બનાવ એવો બન્યો કે, આત્મહત્યાનું કારણ સામે આવી ગયું.પર્સ ખોવાઈ જતા તેમના મિત્ર વર્તુળના ગૃપમાં મેસેજ કર્યો હતો કે, પર્સ ખોવાયું છે. કોઇને પણ પર્સ મળે તો જણાવજો. પણ સવાર સુધી પાકિટ ન મળતાં તમામ મિત્રોને ફોન કરીને પાકિટ મળ્યું તે પુછવા માટે ફોન પણ કર્યા હતા. આખરે માનસિક તાણમાં આવી આત્મઘાતી પગલું ભરી લીધું હતું.આવી ઘટના અનેકવાર બનતી હોય છે કે, લોકો માનસિક રીતે બીમાર થઈને પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે.