દુધાળાના નારણ સરોવરના ડુબી ગયેલા પાંચેય બાળકો નો અંતીમ વિડીઓ સામે આવ્યો ! ખીલખીલાટ કરી ને રમી રહ્યા હતા..
હાલમાં જ એક ખૂબ જ દુઃખ ઘટના બની જેના લીધે એક સાથે પાંચ પરિવારમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું છે. દિવ્યભાસ્કનાં અહેવાલો મુજબ જાણવા મળ્યું હતું કે, દુધાળા ગામમાં આવેલા નારણ સરોવરમાં ન્હાવા પડેલા પાંચ બાળકો ડૂબી જતા તેમનું નિધન થઈ ગયેલું. આ કરુણ દાયક ઘટનાના હવે સીસીટીવી સામે આવ્યા છે. જેમાં માસૂમ બાળકો કિલ્લોલ કરતા નજરે પડે છે.
બાળકો જ્યારે સરોવરના કિનારે પોતાની મસ્તીમાં રમી રહ્યાં હતા, ત્યારે એમને ક્યાં જાણ હતી કે આ એમની અંતિમ ક્ષણો છે. ખરેખર આવી ઘટના આપણે અવારનવાર સાંભળવા મળી છે કે, નાહવા દરમિયાન અનેક યુવાનો પોતાના જીવ ગુમાવે છે. આ ઘટના પણ ખૂબ જ ચોંકાવી દેનાર અને દરેક માતા પિતાઓ માટે ચેતવણી રૂપ સમાન છે.
આ ઘટના વિશે અમે આપને વિસ્તુત માહિતી આપીએ તો જાણવા મળ્યું છે કે, નારણ સરોવરમાં બપોરના 1 વાગ્યા આસપાસ 5 કિશોરો ન્હાવા માટે આવ્યા હતા અને આ દરમિયાન જ કિશોરો પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા શોધખોળમાં તમામ કિશોરોના મૃતદેહ મળી આવ્યાં હતા. જેમાં ત્રણ બાળકો તો પોતાના પરિવારના એકના એક કુળદિપક હતા. વીડિયોમાં જોવા મળ્યું હતું કે એક પછી એક એમ પાંચેય બાળકો ન્હાવા માટે સરોવરમાં ડૂબકીઓ લગાવે છે.
મજૂરી કામ કરી રહેલા પરિવારના એકના એક દિકરાના મોત થયા છે. રાહુલ પ્રવિણભાઇ જાદવ, મીત ભાવેશભાઈ ગળથિયા અને નમન અજયભાઈ ડાભી આ ત્રણેય પરિવારના એકના એક દિકરા હતા. જેઓના ડુબી જવાથી મોત થયા છે.તમામ કિશોરના મૃતદેહ મળી આવ્યાં હતા. કિશોરોના મોતના પગલે તેના પરિવારજનોમાં માતમ છવાયો છે.પાંચેય કિશોરોના મોતને પગલે લાઠી શહેરમાં 5 વાગ્યા બાદ સજ્જડ બંધ થયું હતું.