Entertainment

વીજળી પડતા કપાસનો પાસ નાશ થતા 70 વર્ષના ખેડૂત આપઘાત કરી જીવન ટૂંકાવ્યું.

હાલમાં આપણે સૌ કોઈ જાણી છે કે, ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે. ત્યારે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. એક ખૂબ જ શોકનગ્ન ઘટના ઘટી છે. જેનાં વિશે જાણીને તમને પણ આશ્ચય જનક થશે. આવું કોઈ કંઈ રીતે કરી શકે.ઓગસ્ટમાં વરસાદે વિરામ લેતા રાજ્યમાં પાણીની અછત થશે તેવી ભીતિ ખેડૂતો અને લોકો સેવી રહ્યા હતા અને હવે સપ્ટેમ્બરમાં થયેલા ભારે વરસાદથી ખેડૂતો મેઘરાજાને ખમૈયા કરવા માટે વિનંતી કરી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા હોવાનાથી તેઓ પોતાનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવી રહ્યા છે. ત્યારે મેઘ કહેરના કારણે પોતાના ખેતરમાં રહેલો કપાસનો પાક નિષ્ફળ થતા એક ખેડૂતે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.

આપઘાત કરનાર વૃદ્ધનું નામ ગોકળબાપા વેકરીયા છે. તેઓ વિસાવદરના મોટા ભલાગામના રહેવાસી છે. વિસાવદરમાં આ વર્ષે સીઝનનો વધુ વરસાદ પડ્યો છે. મેઘ મહેરબાદ મેઘ કહેર થતા અને ભલાગામના ગોકળબાપાના ખેતરના કપાસ પર વીજળી પડવાના કારણે તેમનો પાક નિષ્ફળ થયો હતો. પાક નિષ્ફળ થતા તેમને પોતાની વાડીએ જ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આ ઘટનાને લઇને પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને ગોકળબાપાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે.

ખેડૂતો માટે તેનો પાક જ સર્વસ્વ હોય છે. તેને ઘણી મહેનત કરી ને પાક ઉપર નિર્ભર રહ્યા હોય ત્યારે કુદરત આવા ખેલ કરે તો જગતનો તાત કોની પાસે ફરિયાદ કરે?હાલમાં અનેક ખેડૂત પુત્રો એ આપઘાત કરવાના પ્રયાસ કર્યા છે. ખરેખર આ ઘટના કોઈ સામાન્ય નથી. ખેડૂતોની માંગ છે કે તેમના નુકસાન નું વહેલી તકે વળતર મળે. આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ કે મૂર્તકની આત્મા ને શાંતિ મળે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!