દિકરાના જન્મ દિવસે સાળંગપુર ગયેલા દિકરો અને પિતા નુ અક્સમાત મા કમકમાટીભર્યુ મોત નીપજ્યું….
હાલમાં જ એક અકસ્માતની ઘટના બની, જેના લીધે.પરિવારજનોમાં શોકની લાગણીઓ ફેલાઈ ગઈ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સાળંગપુર બોટાદ રોડ ઉપર વૃંદાવન હોટલ પાસે બાઈક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ઇલેક્ટ્રિક થાંભલા સાથે ભટકાતા 2 વર્ષના પુત્ર અને પિતાનું દુઃખદ નિધન થઈ ગયેલું. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયક છે.
તા.4નાં રોજ બપોરનાં 4.30 કલાકે મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ અરજણભાઈ ખાંદળા (દલવાડી) ઉ.વર્ષ 35 મૂળ ગામ વાસણા તા.ધંધુકા હાલ રહે રણછોડ નગર તુરખા રોડ બોટાદ અને તેમનો પુત્ર વેદાંત ઉ.વર્ષ 2 સાળંગપુર દર્શન કરી પોતાના ઘરે બોટાદ બાઈક ઉપર જઈ રહ્યા હતા. આ દરમિયાન આવી ઘટના બની, જેના લીધે બંને જીવ ગુમાવ્યો.પુત્ર વેદાંતનો આજે જન્મદિવસ હોવાથી પિતા પુત્ર સાળંગપુર દર્શન કરવા ગયા હતા.
પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં વૃંદાવન હોટલ પાસે બાઈક ઇલેક્ટ્રિક થાંભલા સાથે ભટકાતા પિતા પુત્ર બંનેના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.તે દરમિયાન મહેન્દ્રભાઈએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક ઇલેક્ટ્રિક થાંભલા સાથે ભટકાતા મહેન્દ્રભાઈ ખાંદળા અને તેમનો 2 વર્ષનાં પુત્ર વેદાંત બંનેનું મોત નીપજ્યું હતું. બરવાળા પોલીસને જાણ કરતા બરવાળા પોલીસે મૃતકને પી.એમ. માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે બરવાળા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ પી.આઈ. એન.જી. રબારી ચલાવી રહ્યા છે.
