ગર્ભવતી પત્નીને પતિએ જ એવુ દર્દનાક મોત આપ્યુ કે જાણીને મગજ કામ નો કરે ! જાણો પુરી ઘટના..
ગર્ભવતી પત્નીને પતિએ જ એવુ દર્દનાક મોત આપ્યુ કે જાણીને મગજ કામ નો કરે ! જાણો પુરી ઘટના..ક્યારેક માણસ માનવતા ભૂલીને હેવાન જેવી હરકત કરે છે, હાલમાં જ ઉત્તર પ્રદેશમાં એક ખુબ જ ચોંકાવનારી ઘટના બની છે.પતિએ પોતાની જ ગર્ભવતી પતિની ક્રૂરતા પૂર્વક હત્યા કરી. આ ઘટનાથી સૌ કોઈ ચોકી ગયું છે. શા માટે પતિએ આ હત્યા કરી તેનું કારણ જાણીને તમને પણ આશ્ચર્ય થશે કે, આખરે કોઈ વ્યક્તિ આવી નજીવી બાબતે કોઈનો જીવ કેમ લઈ શકે છે. આ ઘટના અંગે વિસ્તૃત માહિતી જાણીએ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ઉત્તર પ્રદેશના મેરઠ એક ખુબ જ કરુણ દાયક ઘટના બની. પતિએ માત્ર ઘરેલુ ઝઘડાના કારણે પોતાની પત્નીનું તારથી ગળું દબાવ્યું અને તેને પોતાની હદ તો ત્યારે વટાવી લીધી કે, તેને પોતાની પત્નીના માથા પર હથોડો મારીને ક્રૂરતા પૂર્વક હત્યા કરી. સૌથી દુઃખદ વાત એ છે કે,મહિલા ગર્ભવતી હતી. પત્નીનું મુત્યુ થયા બાદ યુવકે પણ ગળાફાંસો ખાઈ લીધો હતો. આ હત્યાની જાણ થતા જ પોલીસે તપાસ હાથ ધરેલ.
આરોપી શાવેજ કરિયાણાની દુકાન ચલાવતો હતો અને આજથી દોઢ વર્ષ પહેલાં તેને મેરઠની રહેવાસી શીબા સાથે લગ્ન કર્યાહતા. પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું કે હત્યાના દિવસે આરોપીએ કરિયાણાની દુકાન બંધ હતી. જયારે ગ્રાહકો અને પાડોશીએ ઘરના બારણા ખટકટાવ્યા તો પણ કોઈ દરવાજો ન ખોલતા પાડોશીઓ છતના માર્ગે ઘરમાં અંદર ગયા ત્યાર મહિલાનું મૃતહાલતમાં હતી અને આરોપી પતિ ગળાફાંસો ખાધેલી હાલતમાં હતો.
પોલીસના જણાવ્યા મુજબ 22 એપ્રિલની રાતે લગભગ 9 વાગ્યે શીબા અને શાવેજની લાશ મળી અને બીજા દિવસે પોસ્ટમૉર્ટમમાં લખ્યું છે કે મહિલાનું મોત માથામાં ગંભીર ઇજાના કારણે થયું છે જ્યારે મહિલાના પતિનું મોત ગળે ફાંસો ખાવાના કારણે થયું છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું કે મહિલા ગર્ભવતી હતી. શાવેજ ભાડાના ઘરમાં જ નાનકડી કરિયાણાની દુકાન ચલાવવા લાગ્યો હતો. બીજી તરફ આ બાબતે છોકરીના પરિવારજનોનો આરોપ છે કે છોકરો લગ્ન બાદ જ કરિયાવરની માંગણી કરી રહ્યો હતો આ કારણે સતત ઘરમાં ઝઘડા ચાલુ જ રહેતા હતા અને આખરે આવું ગંભીર પરિણામ આવ્યું.