Gujarat

બાળકી ની એક જીદે આખા પરીવાર ને રડાવ્યા ! પરીવાર બસ એક વાત નો અફસોસ કરી રહ્યો છે…

બાળકી ની એક જીદે આખા પરીવાર ને રડાવ્યા ! પરીવાર બસ એક વાત નો અફસોસ કરી રહ્યો છે.હાલમાં જ આજ રોજ એક ખૂબ જ દુઃખદાયી ઘટનાં બની છે.બાળકી ની એક જીદે આખા પરીવાર ને રડાવ્યા ! પરીવાર બસ એક વાત નો અફસોસ કરી રહ્યો છે. ત્યારે ચાલો આ ઘટના અંગે સંપૂર્ણ માહિતી મેળવીએ કે આખરે કંઈ રીતે આ બાળકીનો કંઈ રીતે જીવ ગયો. આ ઘટના સુરત શહેરમાં બની છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સંજય નગર પાસે GSRTC બસચાલકે એક મોપેડને અડફેટે લીધું હતું. તેના કારણે મોપેડ પર સવાર પિતાપુત્રી નીચે પટકાયા હતા. આ ઘટનમાં  7 વર્ષીય બાળકીનું મૃત્યુ થઈ ગયું.

ખરેખર આ ઘટનાથી પરિવારજનો શોકમગ્ન બની ગયા છે. આ ઘટનામાં દીકરી એ તો પોતાનો જીવ ગુમાવ્યો પરતું હાલમાં દીકરીના પિતા ઈજાગ્રસ્ત હાલતમાં છે અને સારવાર ચાલી રહી છે. આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટના વિશે વિસ્તુત માહિતી જાણીએ કે આખરે કંઈ રીતે આ ગોજરી ઘટના બની ગઈ.

 
કતારગામનાં ફૂલવાડીમાં રહેતા સુભાષ શાહ શુક્રવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ પોતાની 7 વર્ષની પુત્રી સાથે સારા દરવાજા સંજય નગરથી હોડીબંગલા વેડરોડ જઈ રહ્યા હતા. આ દરમિયાન જ દરવાજા મેઈન રોડ ઉપર પૂરઝડપે આવતી GSRTC બસના ચાલકે મોપેડને ટક્કર મારી હતી. તેના કારણે 7 વર્ષીય પુત્રીનું ઘટનાસ્થળ પર મોત થયું હતું અને પિતા સુભાષ શાહ ઈજાગ્રસ્ત થયા હતા. લોકોએ ડ્રાઈવરને પકડી પાડ્યો હતો અને ડ્રાઈવરનો કબજો પોલીસે મેળવ્યો હતો.

બાળકીના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, અમારા પરિવારમાં કુલ 3 દીકરીઓ છે. એમાં ઉમેરા બીજા નંબરની દીકરી હતી અને તે ધોરણ 1માં ભણતી હતી. જોકે, મારા કરતાં મારા મોટા ભાઈને મારી દીકરી ખૂબ જ વહાલી હતી. આ ઘટનાની જાણ થતા જ મારા મોટા ભાઈ શોકમાં ગરકાવ થઈ ગયા છે. જ્યારે ગઈકાલે તેણે બહાર ફરવાની જીદ કરી હતી. આથી હું તેને બહાર ફરવા માટે લઈ ગયો હતો, પરંતુ ક્યાં ખબર હતી કે આવી ઘટના થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!