14 વર્ષની દિકરીએ એવી વાત ને કારણે આપધાત કરી લીધો કે જાણી ને આંચકો લાગશે ! માતા પિતાએ કીધુ કે…
ગુજરાતમાં દિવસેને દિવસે આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે, ત્યારે હાલમાં જ જામનગર શહેરમાંથી એક કરુણદાયક બનાવ સામે આવ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, જામનગરનાં ધ્રોલ તાલુકામાં આવેલી શ્રી ગણેશ વિદ્યા સંકુલમાં14 વર્ષની વિધાર્થીની ગળોફાંસો ખાઈને આત્મ હત્યા કરી લીધી. આ બનાવ અંગે પરિવારજનોને ગંભીર આક્ષેપ કર્યા છે. ચાલો આ ઘટના અંગે અમે આપને માહિતગાર કરીએ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ધ્રોલ તાલુકામાં આવેલી શ્રી ગણેશ વિદ્યા સંકુલમાં હોસ્ટેલનાં રૂમમાં 14 વર્ષની દીકરીએ ગળોફાંસો ખાઈને એ આપધાત કર્યો.વિદ્યાર્થીનીના આપઘાત બાદ પરિવારજનોએ શિક્ષક અને ટ્રસ્ટી પર ગંભીર આક્ષેપો કર્યા છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટના બાબતે શાળાના ટ્રસ્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શિક્ષકે આપેલું લેશન કર્યું ન હોવાથી ઠપકો આપતા વિદ્યાર્થિનીએ અંતિમ પગલું ભર્યું છે. આ દુઃખ દાયી ઘટના અંગે મૃતક વિદ્યાર્થિનીના પરિવારના આરોપ મુજબ શિક્ષક, ટ્રસ્ટી સતત ટોર્ચરિંગ કરી રહ્યા હતા તેથી આ અંતિમ પગલું ભર્યું હોવાનો દાવો છે. આ બનાવ અંગે તો હાલમાં પોલીસે શિક્ષક અને ટ્રસ્ટી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.