Gujarat

ગ્રીષ્માની જ્યાં હત્યા થઈ એ પાસોદરામાં એ જ દિવસે રોમિયોના ત્રાસથી પરિણીતાએ જીવન ટુકાવ્યું ! અંતિમ શ્વાસ લેતા સમયે જણાવી હકીક્ત

ક્યારેક કોઈ ઘટનાઓ એવી બનતી હોય છે, કે જે આપણે ક્યારેય સપનામાં ન વિચારી હોય. જે દિવસે ગ્રીષ્માની હત્યા થઈ ત્યારે એજ દિવસે પાસોદરામાંમિયોના ત્રાસથી પરિણીતાનું અગ્નિસ્નાન કરી લીધું અને 8 દિવસ મોત સામે ઝઝૂમી અંતિમ શ્વાસ લીધા. ખરેખર આ ઘટના સાંભળતા ની સાથે ખૂબ જ દુઃખદાયી છે. લોકોએ પ્રેમમાં એટલા પાગલ બની જતા હોય છે કે, બધું જ ભૂલી જાય છે.

આ ઘટના વિશે જાણીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હટી કે, ક પરિણીતાએ રોમિયોના ટેલિફોનિક ત્રાસથી કેરોસિન છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું અને સતત 8 દિવસ ની સારવાર બાદ પોતાના જીવ છોડ્યો.લગ્નના અઢી વર્ષમાં દોઢ વર્ષથી યુવક ફોન પર વાત કરવા દબાણ કરતો હોવાનું અને ગંદી ગાળો આપતો હોવાની ઓડિયો-ક્લિપ સામે આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

12 ફેબ્રુઆરીના રોજ આ ઘટના બની અને 20 ફેબ્રુઆરીના રોજ રવિવારે બપોરે મોત નીપજ્યું હતું. ધારાના લગ્નને અઢી વર્ષ જ થયા હતા.પત્નીને જયદીપ સરવૈયા નામનો યુવક ફોન પર હેરાન કરતો હતો. પત્નીના ફોનમાંથી જયદીપની હેરાનગતિની તમામ ઓડિયો-ક્લિપ સાંભળી છે. બસ, તું મારી સાથે વાત કર, મને ફોન કર કહી ગંદી ગાળો આપતો હતો. સારવાર દરમિયાન ધારાએ પણ પોતાના અંતિમ નિવેદનમાં બધી જ હકીકત જણાવી છે. અમને ન્યાય મળે એવી જ અપેક્ષા રાખીએ છીએ, કામરેજ પોલીસ હાલ તપાસ કરી રહી છે

ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવી દેનાર છે પરંતુ એટલી જ કરુણદાયક છે. ગ્રીષ્મા અને ધારા ની બનાવમાં એક વાત સામાન્ય છે અને તે છે મોતનું કારણ પ્રેમ. બંને નો જીવ એક તરફી પ્રેમના લીધે ગયો છે. ગ્રીષ્મા નો જીવ ફેનીલ લીધો જ્યારે ધારા એ પોતાનો જીવ આપી દીધો. આ બંને દીકરીઓને ન્યાય મળે અને તેમની આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!