પરીણીતા ના આપઘાત બાદ ખુલ્યુ મોટુ રહસ્ય ! પરિણીતા ના પિતાએ જણાવ્યુ કે “દીકરી..
આપણે જાણીએ છે કે, પ્રેમ પ્રકરણના લીધે અનેક પ્રકારની દુઃખદ ઘટનાઓ બનતી હોય છે, ત્યારે હાલમાં જ પ્રેમના લીધે એક ઘર વિખેરાય ગયુ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પરીણીતા ના આપઘાત બાદ ખુલ્યુ મોટુ રહસ્ય ! પરિણીતા ના પિતાએ ને જણાવ્યુ એ ખૂબ જ ચોંકાવનાર છે. ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર જણાવીએ. સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,ગાંધીનગરના રાંદેસણની પરિણીતાના આપઘાત પ્રકરણમાં પતિ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.
જાણવા મળ્યું છે કે, ની પરિણીતાએ લગ્ન જીવનના ત્રણ મહિનામાં જ પંખે લટકીને જીવતર ટૂંકાવી લીધું. પોલીસ મથકમાં પ્રથમ અકસ્માતે મોતનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ-પત્ની વચ્ચે અણબનાવ ચાલતો હોવાનું બહાર આવ્યું હતું. દીકરીના પિતા એ કહ્યું કે જમાઈને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો તેમજ દીકરીને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો.
દીકરીને ધાબા પરથી ફેંકી દેવાની ધમકીઓ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરી ને દીકરીના પિતા એ જમાઈ સામે દુષ્પ્રેરણનો ગુન્હો દાખલ કરેલ. આ ઘટના અંગે વધુ જાણીએ તોમૂળ દહેગામ વાસણા રાઠોડ ગામના રાજેન્દ્રસિંહ બીહોલાની બંને દીકરીના લગ્ન ગત તા. 4 ફેબ્રુઆરીનાં ના રોજ રાંદેસણ ગામના કરણસિંહ વાઘેલાના બંને દીકરા સાથે એક જ માંડવે કરવામાં આવ્યા હતા.
બે બહેનો પૈકી મોટી દીકરીનાં લગ્ન મયુરસિંહ સાથે કરવામાં આવ્યા હતા. લગ્ન પછી મયુર મોડે મોડે ઘરે આવતો રહેતો હતો. અને આવે તો તેની પ્રેમિકા સાથે કલાકો સુધી વાતો કરતો હતો. જે બાબતે કામિનીએ તેના પિતાને પણ વાત કરી હતી. આમ દંપતી વચ્ચે ઝઘડા વધી ગયા હતા અને મયુર કામિનીને ધાબા પરથી ફેંકી દેવાની ધાક ધમકી પણ આપી દહેજ માંગતો હતો.
પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે કામિનીની નાની બહેન જાનકીને હાર્દિક સાથે પ્રેમ થઈ ગયો હતો. આ કારણે પણ કામિનીનાં લગ્ન મયુર જોડે કરવામાં આવ્યા હતા.આ મૃત્યુની પાછળ મયુરની સાથે તેના પિતા કરણસિંહ વાઘેલા ની પણ ભૂમિકા પોલીસ તપાસી રહી છે. કામિનીએ આપઘાત કર્યો એ વખતે રૂમના દરવાજા ખુલ્લા હતા. અને લાશને ઉતારી લેવાઈ હતી.જેથી આગામી સમયમાં મોતનું રહસ્ય પણ ખુલી શકે છે.