કેનેડા ભણવા ગયેલા વિદ્યાર્થી ની ગોળી મારી હત્યા કરી દેવામા આવી ! જો કે હત્યા કરવાનુ કારણ….
અવારનવાર અનેક ઘટના ઓ એવી સામે આવે છે જેમા વિદેશ મા કાઈ ને કોઈ ભારતીય ની ગોળી મારી હત્યા કરી દેવામા આવી હોય ત્યારે ફરી એક ઘટના સામે આવી છે જેમા એક ભારતીય વિદ્યાર્થી ની કેનેડા મા ગોળી મારી હત્યા કરી દેવેમા આવી છે. વિદ્યાર્થી ના પરીવાર ને આ ઘટના ના સમાચાર મળ્યા હતા કે કોઈ કાળા વક્તિ એ ગોળી મારી હત્યા કરી છે. આ ઘટના બાદ ભારત મા રહેતો પરીવાર આઘાત મા છે.
અનેક ભારતીયો પોતાનુ સારુ ભવિષ્ય બનાવવા અને ભણવા માટે વિદેશ જતા હોય છે. ખાસ કરી ને અમેરિકા અને કેનેડા જતા હોય છે ત્યારે એવી જ એક આશા સાથે દિલ્હી ના એક પરીવાર પોતાના દિકરા કે જેનુ નામ કાર્તિક વાસુદેવને MBAના અભ્યાસ માટે 4 જાન્યુઆરી, 2022નાં રોજ ટોરન્ટો મોકલ્યો હતો અને સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરતો હતો ત્યારે ઘટના ની થોડી જ કલાંકો અગાવ પરીવાર ને મિત્ર પાસે થી ફોન આવ્યો હતો કે કાર્તિક લાપતા બન્યો છે અને થોડી કલાંકો પછી એવા સમાચાર મળ્યા હતા કે કાર્તિક ની ગોળી મારી હત્યા કરી દેવામા આવી છે.
જો કાર્તિક ની વાત કરવામા આવે તો દિલ્હી નજીક આવેલા ગાઝિયાબાદમાં પરીવાર સાથે રહેતો હતો. કાર્તિક ના પિતા હિતેશ વાસુદેવે ભાવુક થય ને જણાવ્યુ હતુ કે કાર્તિક હવે આ દુનિયામાં નથી રહ્યો. હાલ મારી પાસે વધુ કોઈ જ માહિતી નથી. અમે કેનેડામાં સવાર પડે તેની રાહ જોઈ રહ્યાં છીએ, જે બાદ વધુ જાણકારી મળી શકે. અમને ફ્કત એટલી જ જાણ છે કે કોઈ બ્લેક વ્યક્તિએ કાર્તિકની હત્યા કરી છે.’
હાલ કાર્તિક ના પરીવાર મા માતા પિતા અને ભાઈ છે જે આ ઘટના બાદ ઘણા આઘાત મા છે. તેવા નુ કેહેવુ છે કે તેવો એ કાર્તિક ને ભણવા માટે કેનેડા મોકલ્યો હતો અને જીવન મા ક્યારે પણ નહોતુ વિચાર્યુ કે કાર્તિક સાથે આવુ થશે. કાર્તિકના મિત્રોએ જણાવ્યું કે કેનેડાના સમય મુજબ સાંજે 5 વાગ્યે ટોરન્ટોમાં મેટ્રો સ્ટેશનની બહાર સબ-વેમાં કાર્તિકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. વધુ મા ઘટના અંગે જાણવા મળ્યુ હતુ કે કાર્તિક નો મૃતદેહ ત્રણ દિવસ પછી ભારત પહોંચશે.
