ઇકો કાર ની ટક્કરે સાધ્વી અને શ્રાવિકા નુ મોત થતા ભક્તો મા દુખ નુ મોજુ ફરી વળ્યુ ! અકસ્તમાત એવી રીતે થયો કે
ગુજરાતનાં હિટ એન્ડ રન અને અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે હાલમાં જ એક કિસ્સો એવો બન્યો છે કે,ઇકો કાર ની ટક્કરે સાધ્વી અને શ્રાવિકા નુ મોત થતા ભક્તોમાં દુઃખનું મોજુ ફરી વળ્યુ ! અકસ્તમાત એવી રીતે થયો તેના વિશે અમે આપને સંપૂર્ણ માહિતી જણાવીએ જેથી કરીને તમે આ ઘટના અંગે વાકેફ થઈ શકો છો.
હાલમાં જ મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે, ઇડર વડાલી રોડ પર જેતપુર નજીક સોમવારની રોજ રાત્રે નવેક વાગ્યે વિહારમાં નીકળેલ 27 વર્ષીય જૈન સાધ્વી અને શ્રાવિકાને પાછળથી ઇકોએ ટક્કર મારતા ગંભીર ઇજા પહોંચી હતી જેથી બંનેનું દુઃખદ નિધન થયું અને અકસ્માત કરી ઇકોનો ચાલક ફરાર થઇ ગયો હતો.
આ ઘટના અંગે પૂર્વ ઇડરમાં નવીન ઉપાશ્રયનો શિલાન્યાસ કરી સાંજે સાડા છ એક વાગ્યાના સુમારે વિહાર કરી વડાલીના વટપલ્લી જૈનતીર્થમાં પગપાળા જવા નીકળ્યા જૈન સાધ્વી વિશુદ્ધિ માલાશ્રીજી મહારાજ સાહેબ, બે શ્રાવિકા દિયાબેન સચીનકુમાર દોશી અને બીજા એક શ્રાવિકા અને અન્ય એક સાધ્વીજી મહારાજ પગપાળા જઈ રહ્યા હતા.
રાત્રે નવેક વાગ્યાના સુમારે વડાલી નજીક જેતપુર બસ સ્ટેન્ડથી થોડે આગળ ઇડર બાજુથી આવી રહેલ ઈકોના ચાલકે સાધ્વી વિશુદ્ધિ માલાશ્રીજી મહારાજ સાહેબ અને શ્રાવિકા દિયાબેન સચીનકુમાર દોશીને ટક્કર મારી રોડ પર ઘસેડતા બંનેને માથામાં અને શરીરે જીવલેણ ઈજાઓ થઈ હતી.
સુચિતકુમાર બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લઇ ગયા હતા.પરંતુ તબીબે મૃત જાહેર કર્યા હતા. જૈન સાધ્વીજી અને શ્રાવિકાના મોત નિપજવાની ઘટનાને પગલે જૈન સમાજમાં દુઃખનું મોજું ફરી વળ્યું હતું. પૂજ્ય સાધ્વીજી વિશુદ્ધિમાલાશ્રીજી મહારાજ સાહેબના પાર્થિવ દેહને વડાલીના વટપલ્લી તીર્થ ખાતે દર્શનાર્થે રાખવામાં આવેલ જૈન સમાજ ના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને પાલખી યાત્રા યોજાઈ હતી
શ્રાવિકા દિયા નાનપણથી પુણ્યની ભાવના હતી અને ધાર્મિક ભાવ હતો અને આખો પરિવાર ધાર્મિક હતો. તેમજ ધર્મ નું કામ હોય કે સાધુ ભગવાન નું કામ હોય સેવા હોય વિહાર હોય દિયાના ભાવ ઉચ્ચ હતા અને નાની વયે જ તેનું નિધન થતા પરિવારજનોને આઘાત લાગ્યો હતો.
