ભાઈ-બહેન રક્ષા બંધન માટે કપડા લઈને આવતા હતા, ને રસ્તામાં કેનાલમાં પડી જતા બંનેએ જીવ ગુમાવ્યો! રાખડી બાંધે એ પહેલા ઈશ્વરે જીવ લઈ લીધો..
આ જગતમાં કહેવાય છે ને કે, વિધાતા ના લખેલા લેખ ક્યારે મેખ મારે એ કોઈ નથી જાણતું. કાલે આપણે સૌ કોઈ રક્ષાએ બંધન નું પર્વ ઉજવ્યું ત્યારે બીજી તરફ એક 11 વર્ષની બહેન પોતાનો વ્હાલસોયો ભાઈ ગુમાવ્યો. ખરેખર આ ઈશ્વર ની કેવી લીલા કે આ પવિત્ર દિવસે જ ભાઈ લઇ લીધો. જ્યારે તમે સમગ્ર ઘટના વિશે જાણશો તો તમારી આંખોમાંથી આંસુઓ આવી જશે.
વાત જાણે એમ છે કે, શનિવારનાં સાંજે આરજેડી નહેરમાં બિકાનેર જિલ્લામાં એક દુઃખ ઘટના ઘટી હતી જેમાં કેનાલમાં ડૂબી જવાથી પિતરાઇ અને બહેનનું મોત થયું હતું. 11 વર્ષના ભાઈ કાને 5 વર્ષની બહેનનું મુત્યુ થતા પરિવાર આભ ફાટી પડ્યું. લાંબી શોધ ખોળ બાદ આખરે પોલીસ ને મૂર્તદેહ મળ્યું હતું. ખરેખર એક તરફ પવિત્ર તહેવાર અને આ કાળ આવ્યો. બંને ભાઈ બહેનના પ્રાણ ગયા છે.
વાત જાણે એમ હતી કે,બંને ભાઈ -બહેન નવા કપડા લીધા પછી દરજી દુકાન થી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેણે દુકાનમાંથી નમકીનનું પેકેટ લીધું અને આ દરમિયાન બંનેને તરસ લાગી અને તેઓ પાણી પીવા માટે કેનાલમાં ઉતર્યા. બન્યું એવું કે બંને પગ લપસી ગયા અને તેઓ કેનાલમાં પડી ગયા. પસાર થતા લોકોએ પરિવારને અકસ્માતની જાણ કરી હતી, ત્યારબાદ માતા-પિતા રડતા રડતા નહેર પર પહોંચ્યા હતા, પરંતુ તેઓ ક્યાંય મળ્યા ન હતા પરતું પોલીસની શોધખોળ બાદ બંનેનો મૂર્તદેહ મળ્યો. ભગવાન તેમનો દિવ્ય આત્માને શાંતી આપે એવી પ્રાર્થના.