પ્રેમી એ જ પ્રેમીકા ને મોત ને ઘાટ ઉતારી ! કારણ જાણી આંચકો લાગશે…
એક વાત તો સત્ય છે કે, પ્રેમ પ્રકરણમાં અનેક યુવાન યુવતીઓ પોતાનો જીવ ગુમાવે છે. ઘણા પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કે હત્યાનાં લીધે જીવ ગુમાવે છે, ત્યારે હાલમાં જ ભાવનગર જિલ્લામાં એક આવી જ પ્રેમી અને પ્રેમિકાનો ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના અંગે જાણીએ તો પ્રેમી એ પોતાની જ પ્રેમિકાને મારી નાખી. ચાલો આ ઘટના અંગે આપને વધુ વિગતવાર માહિતી આપીએ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પરિણીતા સાથે રીક્ષા ચાલકને આડા સંબંધો હોય પરણીતાએ લગ્ન કરી લેવા દબાણ કરતાં રીક્ષા ચાલકે રહેશી નાંખી હતી. આ ઘટનાભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં ગણેશગઢ-મેવાસા ગામ ફુલસરનાં બનેલી. જેમાં પરિણીતાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી.
તપાસ દ્વારા જાણવા મળ્યું હતું કે, ફુલસર વિસ્તારમાં જ રહેતા રીક્ષા ચાલકની ધડપકડ કરી હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
હત્યાનો ભેદ ઉકેલાતા જાણવા મળ્યું હતું કે, રામાપીરના મંદિર પાસે કાંગસીયા વાડમાં રહેતી 40 વર્ષિય પરિણીતા દક્ષા શ્રવણ ઉર્ફે કડી રાઠોડની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેમાં મૃતકના પતિએ રીક્ષા ચાલક વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આરોપી સાજણ અરજણની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરતાં તેણે મહિલાની પાઈપ ફટકારી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે,મૃતક મહિલા સાથે તેને અનૈતિક સંબંધો હતા જેથી તેને લગ્ન કરી લેવા જીદ્દ કરી હતી પરંતુ પોતે પણ પરણિત હોવાથી આ શક્ય ના હોતા તેને આ વાતનો અસ્વીકાર કર્યો આ જ કારણે તેને મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસે આરોપીના રીમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી છે.
