Gujarat

મેનેજર અને સુપરવાઇઝર ના ત્રાસ થી અમદાવાદ નો યુવાન એટલો કંટાળીયો કે આપઘાત કરી લીધો ! સાથે લખ્યુ કે…

આત્મહત્યાનાં અનેક બનાવો બનતા હોય છે, ત્યારે હાલમાં જ અમદાવાદ શહેરમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કંપનીમાં સુપરવાઈઝર તરીકેની નોકરી કરતા યુવાને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. ખરેખર આ ઘટના ખૂબ જ ગંભીર અને સાવેચતરૂપ સમાન કિસ્સો છે. આ ઘટના અંગે આપણે વધુ જાણીએ તો મેનેજર અને સુપરવાઇઝર ના ત્રાસ થી યુવાન એટલો કંટાળીયો કે આપઘાત કરી લીધો ! સુસાઇડ નોટમાં એવા તથ્યો લખ્યા કે તમે જાણીને આશ્ચય પામી જશો.

દિવસે ને દિવસે આત્મહત્યાઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે
પનીનાં સુપરવાઈઝર અને મેનેજરનાં ત્રાસથી કંટાળીને મોતને વ્હાલું કર્યું. આ ઘટના અંગે જાણવા મળ્યું છે કે, કંપનીનાં મેનેજર-સુપરવાઈઝર દ્વારા માનસિક ટોર્ચર કરી નોકરીમાથી કાઢી મુકવાનો હુકમ કરી માનસિક રીતે હેરાન કરતા યુવકે આખરે ઘરમાં ગળેફાંસો ખાઈ ટૂંકાવી દીધેલ અને ત્યારબાદ પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરેલ.

અમદાવાદનાં રખિયાલ વિસ્તારમાં રહેતા ડેનીશ ક્રિશ્ચીયન ઓઢવ ખાતે આવેલી એક  કંપનીમાં પેકીંગ ડિપાર્ટમેન્ટમાં 12 વર્ષથી નોકરી કરતો હતો અને છેલ્લાં 4 મહિનાથી કમરનો દુખાવો થયો હોવાથી તેનાથી હાર્ડવર્ક થઈ શકતુ નહતુ. જેથી તેમણે કંપનીનાં મેનેજર અને સુપરવાઈઝર હળવુ કામ આપવા માટે અવારનવાર રજૂઆત કરી હતી, છતાં મેનેજર અને સુપરવાઈઝર ડેનીશ ક્રિશ્ચીયનને હાર્ડવર્કનું કામ આપી ત્રાસ આપવામાં આવતો હતો આખરે સતત તેમના ત્રાસથી જીવન ટૂંકાવ્યું અને સુસાઇડ નોટ લખી.

મૃતક યુવાને સુસાઇડ નોટમાં લખ્યું કે “મારી મોતનું કારણ સુપરવાઈઝર મહેન્દ્ર પવાર છે, મહેન્દ્રભાઈએ કારીગરો અને સાહેબ યોગેશ વચ્ચે લઈને આવુ કાવતરુ કર્યુ હતુ. મને ખાતામાંથી કાઢી મુકવા પોલીસ સાહેબ મારા ઘરના બધા જ વ્યક્તિ નિર્દોષ છે, કોઈને પણ મારા ઘર વ્યક્તિને સજા ન થાય માટે આટલી મારી વિનંતી છે. લિ- ડેનીશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!