Gujarat

લગ્નપ્રસંગમાંથી પરત આવતા મિત્રો ને કાળ આંબી ગયો ! વિચીત્ર અકસ્માત મા બે ઑઆ મોત થયા..

દિવસે ને દિવસે રોડ અકસ્માતના અનેક બનાવો બનતા રહે છે, ત્યારે હાલમાં જ ત્રણ મિત્રો સાથે ખૂબ જ ભયંકર અક્સ્માત સજાર્યો હતો. આ ત્રણ મિત્રો એ નીલગાય ને બચાવવા જતા પોતાનો જ જીવ ગુમાવ્યો છે જેમાં 2 મિત્રો નું તો નિધન થઈ ગયું છે, જ્યારે એક મિત્ર સારવાર હેઠળ છે.  ચાલો અમે આપને આ ઘટના વિશે વિસ્તુત માહિતી આપીએ કે, ખરેખર આ અક્સ્માત કંઈ રીતે થયો.

આજ રોજ દિવ્યભાસ્કરના અહેવાલો મુજબ માતરના રઘવાણજ ગામ નજીક આવેલ રેલિયા ગરનાળા નજીકના અકસ્માત થયેલ અને જાણવા મળ્યું કે, આ નીલ ગાયને બચાવવા જતા મોટર સાયકલ પથ્થર સાથે અથડાતા ત્રણેય વ્યક્તિઓ જમીન ઉપર પટકાતા શરીરે ઇજાઓ પહોચી હતી.એક યુવકનુ ઘટના સ્થળે મૃત્યુ નિપજયુ હતુ. જ્યારે અન્ય એક યુવકનુ સારવાર દરમ્યાન અને ત્રીજા યુવક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

.

તા.16 ફેબ્રુઆરીના રોજ સોખડા લગ્નમાં જવા માટે નિકળ્યા હતા. રાતના ત્રણેક વાગ્યાની અરસામાં અલ્પેશભાઇ, અર્જુનભાઇ અને કેતનભાઇ મોટર સાયકલ લઇને ઘરે પરત આવી રહ્યા હતા. તે સમયે રઘવાણજ ચોકડીથી આગળ આવેલ રેલીયા ગરનાળા આગળના ‌વળાંકમાં રોડ ઉપર એકદમ નીલગાય આડે આવી ગઇ હતી. જેથી તેને બચાવવા જતા મોટર સાયકલના ચાલક અલ્પેશભાઇએ સાઇડમાં લેતા મોટર સાયકલ પથ્થર સાથે અથડાઇ ઝાડના થડીયામાં અથડાયુ હતુ. જેથી મોટર સાયકલ પર સવાર ત્રણેય યુવકોને શરીરે ગંભીર ઇજાઓ પહોચી હતી.

આ બનાવ અંગે ઋતુલભાઇ મેલાભાઇ પરમારે માતર પોલીસ મથકે મોટર સાયકલના ચાલક અલ્પેશભાઇ અશોકભાઇ પરમાર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે માતર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અકસ્માતના બનાવમાં કઠોડા ગામમાં રહેતા અર્જુનભાઇનુ ઘટના સ્થળે મૃત્યુ નિપજયુ હતુ. આ ઘટનાની જાણ થતાં જ પરિવાર જનોમાં શોકની લાગણીઓ છવાઈ ગઈ છે, આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મૃતકોની આત્માને શાંતિ મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!